Business News

મોબિક્વિકે નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળામાં 32 ટકા EBITDA વૃદ્ધિ સાથે ઐતિહાસિક સર્વોચ્ચ હાઇ પેમેન્ટ્સ જીએમવી અને ગ્રોસ માર્જિન્સ નોંધાવ્યા

Views: 185
1 0
Spread the love
Read Time:7 Minute, 33 Second

30 જૂન, 2025ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા માટેના મુખ્ય પરિણામો

 

પેમેન્ટ્સઃ

રૂ. 384 અબજના અત્યાર સુધીના સર્વોચ્ચ ત્રિમાસિક ગાળાના પેમેન્ટ્સ જીએમવી, વાર્ષિક ધોરણે 53 ટકા વધુ

અત્યાર સુધીના સર્વોચ્ચ પેમેન્ટ્સ ગ્રોસ માર્જિન 28 ટકા જે નાણાંકીય વર્ષ 2025ના પહેલા ત્રિમાસિક ગાળામાં 16 ટકા હતા

ભારતમાં સતત પ્રથમ ક્રમના પીપીઆઈ વોલેટ તરીકે સ્થાન જાળવ્યું

ફાઇનાન્શિયલ સર્વિસીઝ

વિતરણમાં વૃદ્ધિઃ સતત બે ત્રિમાસિક ગાળામાં 30 ટકાથી વધુ ઝિપ ઈએમઆઈ જીએમવી વૃદ્ધિ

ત્રિમાસિક ધોરણે ધિરાણ સંબંધિત ખર્ચમાં 6 ટકાનો ઘટાડો

કન્સોલિડેટેડ ફાઇનાન્શિયલ્સઃ

પેમેન્ટ્સની આવક વાર્ષિક ધોરણે 24 ટકા વધી

ત્રણેય ડાયરેક્ટ કોસ્ટમાં ઘટાડાના પગલે કુલ કોન્ટ્રિબ્યુશન માર્જિનમાં ત્રિમાસિક ધોરણે 22 ટકાની વૃદ્ધિ

વધુ કોન્ટ્રિબ્યુશન માર્જિન અને ફિક્સ્ડ કોસ્ટના પગલે ત્રિમાસિક ધોરણે 32 ટકાની EBITDA વૃદ્ધિ

 

ગુરુગ્રામ, ભારત, 12 ઓગસ્ટ, 2025

– ભારતના સૌથી મોટા ડિજિટલ વોલેટ’ વન મોબિક્વિક સિસ્ટમ્સ લિમિટેડ (MobiKwik) (NSE: MOBIKWIK/ BSE: 544305) 30 જૂન , 2025 ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા માટે તેના આવકના પરિણામો (સ્ટેન્ડઅલોન અને કન્સોલિડેટેડ) જાહેર કર્યા છે.

 

ત્રિમાસિક ગાળાની કામગીરી:-

 

નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળાના પરિણામોએ પેમેન્ટ્સ, ફાઇનાન્શિયલ સર્વિસીઝ, ન્યૂ ગ્રોથ એરિયા અને ઓપરેશનલ એફિશિયન્સી એમ ચાર મુખ્ય પાયાની બાબતોમાં સતત પ્રગતિ દર્શાવી છે.

પેમેન્ટ્સઃ કંપનીના કોર પેમેન્ટ્સ બિઝનેસે મજબૂત વૃદ્ધિ અને સ્થિતિસ્થાપકતા દર્શાવવાનું ચાલુ રાખ્યું છે

આ ત્રિમાસિક ગાળામાં પેમેન્ટ્સ જીએમવી વાર્ષિક ધોરણે 53 ટકા અને ત્રિમાસિક ધોરણે 16 ટકા વધીને રૂ. 384 અબજે પહોંચી જે ઊંચા જોડાણ અને વધી રહેલા રજિસ્ટર્ડ યુઝર અને મર્ચન્ટ આધારને આભારી હતી.

નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળામાં યુઝર બેઝ વધીને 180.2 મિલિયન અને મર્ચન્ટ બેઝ વધીને 4.64 મિલિયન થયો

નેટ પેમેન્ટ્સ માર્જિન 15 બેસિસ પોઇન્ટ્સ પર જળવાયા જે પ્લેટફોર્મની મજબૂતાઈનું પ્રમાણ છે

આના પગલે પેમેન્ટસ બિઝનેસ માટેના ગ્રોસ માર્જિન 28 ટકાના ઐતિહાસિક ઊંચાઈએ પહોંચ્યા જે માર્જિનની ટકાવારીમાં વાર્ષિક ધોરણે પ્રભાવશાળી 12 ટકાના વધારાને દર્શાવે છે.

 

ફાઇનાન્શિયલ સર્વિસીઝ: મોબિક્વિકના ડિજિટલ ફાઇનાન્સ બિઝનેસે નવી ગતિ હાંસલ કરી છે.

ગત ત્રિમાસિક ગાળામાં ઇએમઆઈ વિતરણમાં 32 ટકાથી વધુની વૃદ્ધિ સાથે આ ત્રિમાસિક ગાળામાં ત્રિમાસિક ધોરણે 31 ટકાનો વધારો જોવાયો છે જેના પગલે કુલ વિતરણ રૂ. 6,931 મિલિયન થયું છે. આ સાથે ટેક રેટ્સ વધીને 8 ટકા અને ગ્રોસ માર્જિન વધીને 13.3 ટકા થયા છે.

કંપની માને છે કે વિતરણના વોલ્યુમ અને માર્જિન એમ બંનેની બાબતે નાણાંકીય વર્ષ 2025ના ચોથા ત્રિમિસક ગાળામાં બોટમ જોવાયું હતું. રિકવરીના સંકેતો હવે દેખાઈ રહ્યા છે ત્યારે આ બિઝનેસ સ્પષ્ટપણે ઇન્ફેક્શન પોઇન્ટ પર છે જેમાં આવક તથા નફાકારકતા બંનેમાં વૃદ્ધિની સંભાવનાઓ રહેલી છે.

ડીએલજી મોડલ ઉપરાંત કંપની ફાઇનાન્શિયલ સર્વિસીઝ બિઝનેસમાં ડિસ્ટ્રીબ્યુશન સંચાલિત સ્કેલ-અપ પર પણ ધ્યાન આપશે.

વિકાસ માટેના નવા ક્ષેત્રોઃ કંપની તેના મુખ્ય પેમેન્ટ્સ અને ફાઇનાન્શિયલ સર્વિસીઝ બિઝનેસને પૂરક બનાવે તેવી સમાન તકોમાં વ્યૂહાત્મકપણે રોકાણ કરવાનું ચાલુ રાખે છે અને ભારત માટે ઇન્ટિગ્રેટેડે ફાઇનાન્શિયલ સર્વિસીઝ પ્લેટફોર્મ ઊભું કરે છે.

ગત ત્રિમાસિક ગાળામાં Zaakpay માટે ફુલ પેમેન્ટ ગેટવે લાઇસન્સ મળવાના પગલે કંપનીએ સ્ટોક બ્રોકિંગ લાઇસન્સ મેળવીને આ ત્રિમાસિક ગાળામાં વધુ એક સીમાચિહ્ન મેળવ્યું છે.

આ ઉમેરા પેમેન્ટ્સથી ક્રેડિટથી બચતો સુધી યુઝર્સ માટે તમામ પ્રકારની નાણાંકીય જરૂરિયાતોને સંબોધે તેવા એક જ વિશ્વસનીય પ્લેટફોર્મ બનવાના મોબિક્વિકના વિઝનને દર્શાવે છે.

ખર્ચ કાર્યક્ષમતાઃ ઓપરેશનલ શિસ્તતા કંપની માટે મુખ્ય ધ્યાન હેઠળનું ક્ષેત્ર છે કારણ કે તે કાર્યક્ષમતા સાથે વધે છેઃ

સુધરેલી પ્રત્યક્ષ અને ફિક્સ્ડ કોસ્ટના પગલે ત્રિમાસિક ધોરણે 32 ટકાની EBITDA વૃદ્ધિ 0 પેમેન્ટ ગેટવે અને યુઝર ઇન્સેન્ટિવમાં ત્રિમાસિક ધોરણે 5 ટકાનો ઘટાડો 0 ધિરાણ સંબંધિત ખર્ચમાં ત્રિમાસિક ધોરણે 6 ટકાનો ઘટાડો

ફિક્સ્ડ કોસ્ટ રૂ. 1,086 મિલિયન પર સ્થિર રહી છે. પડતર કિંમત છેલ્લા પાંચ ત્રિમાસિક ગાળાથી સ્થિર રહી છે.

કંપનીની નાણાંકીય કામગીરી અને તાજેતરની ગતિવિધિઓ અંગે મોબિક્વિકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, કો-ફાઉન્ડર અને સીએફઓ ઉપાસના તાકુએ જણાવ્યું હતું કે અમે અમારા મુખ્ય બિઝનેસમાં સતત પ્રગતિ જોઈને આનંદિત છીએ. પેમેન્ટ્સે મજબૂત વૃદ્ધિ અને ફાઇનાન્શિયલ સર્વિસીઝે રિકવરી દર્શાવી છે જેના પગલે પહેલા ત્રિમાસિક ગાળાની EBITDA માં સુધારો થયો છે જે નફાકારકતા તરફના અમારા માર્ગને વધુ સુદ્રઢ બનાવે છે. અમે લાંબા ગાળે મૂલ્ય સર્જન માટે નિર્માણ અને ઓપરેટિંગ લીવરેજને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *