તે વર્ષના લાયન્સ ઇન્ટરનેશનલ ના આંતરરાષ્ટ્રીય પ્રમુખ અને આપણા અમદાવાદના જ પનોતા પુત્ર શ્રી રોહિત મહેતા દ્વારા લાયન્સ Questના નામે ભારતમાં લાવવામાં આવ્યો.
ત્યારથી લઈને આજ સુધી, આ કાર્યક્રમ ખૂબ સફળતાપૂર્વક સમગ્ર ભારત અને એમાંય ખાસ કરીને ગુજરાતમાં બાળકોના ચારિત્ર ઘડતર માટે જુદી જુદી શાળાઓમાં ચાલી રહ્યો છે.
તે અંતર્ગત તાજેતરમાં જ અમદાવાદ જિલ્લાના બારેજા મુકામે શ્રી પ્રકાશ હાઇસ્કુલમાં, લાયન્સ Questની તાલીમ આપવા માટે 27 શિક્ષકોને તાલીમ વર્કશોપ યોજાઈ ગયો. તે દ્વારા ૧૨૫૧ બાળકો સુધી આ કાર્યક્રમને જોડી શકાયા.
આ તબક્કે ડિસ્ટ્રીકટ ગવર્નર પ્રકાશ અગ્રવાલ, વાઈસ ગવર્નર શ્રી ગિરવાન મહેતા, ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રી મિલન દલાલ, બારેજા કેળવણી મંડળના પ્રમુખ શ્રી યોગેન ભલાભાઇ પટેલ અને આ કાર્યક્રમના સંયોજક શ્રી રૂપાબેન શાહે સતત પ્રયત્નશીલ રહી અને આ તાલીમ વર્કશોપને સફળ બનાવ્યો હતો.