ગુરુપૂર્ણિમાના પવિત્ર અવસર પર નીબ કરૌરી મહારાજ મંદિર , રાંચરડા માં આખા દિવસ ચાલનારા ખાસ કાર્યક્રમો ની જાહેરાત કરવામાં આવે છે.
મંદિર ના સ્થાપક ડૉ. પ્રવીણ ભાઈ ગર્ગ ના જણાવ્યા મુજબ સમગ્ર ભક્તજનો અને સ્થાનિક નાગરિકો માટે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે.
તારીખ અને સમય: બુધવાર, 29 જુલાઈ — સમગ્ર દિવસ
કાર્યક્રમ
સવારે 8:00 વાગ્યે 1,111 દૂધ ની બોટલનું વિતરણ કરવામાં આવશે.
સવારે 11:00 વાગ્યે શાળાના 200 બાળકો દ્વારા સામૂહિક હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવશે.
સાંજે 7:00 વાગ્યે 21 હનુમાન ચાલીસાના પાઠ, ત્યારબાદ 08:00 વાગ્યે ગુરુ ભજન અને પાદુકા દર્શનનો કાર્યક્રમ.
8:45 વાગ્યે મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન.
આમંત્રણ:
મંદિર સૌ ભક્તજનોને આ પવિત્ર કાર્યક્રમમાં સહભાગી થવા અને ગુરુ પૂજન નો લાભ લેવા હાર્દિક આમંત્રણ આપે છે.