• અદાણી ગ્રુપની રાષ્ટ્રવ્યાપી નવીનતા પહેલએ 50 થી વધુ ઈનોવેટર્સ અને 20 થી વધુ બિઝનેસ લીડર્સને માર્ગદર્શન, મૂલ્યાંકન અને સંવાદ માટે એકત્રિત કર્યા !!
દેશના વિવિધ ભાગોમાંથી ઉભરી રહેલી ઉદ્યોગસાહસિક પ્રતિભાની વિવિધતા અને ક્ષમતાને દર્શાવતી અદાણી ગ્રુપની રાષ્ટ્રીય પહેલ ‘વંદે ભારતમ’ નો ગ્રાન્ડ ફિનાલે યોજાયો હતો. આ પ્રસંગે 10 ઉત્કૃષ્ટ ઇનોવેટર્સે અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણી સમક્ષ પોતાના આઇડિયા રજૂ કર્યા હતા. દેશભરમાંથી પસંદ કરાયેલા 50થી વધુ ઇનોવેટર્સના પ્રથમ બેચમાંથી આ 10 ફાઇનલિસ્ટ્સની પસંદગી કરવામાં આવી હતી. એક સપ્તાહ સુધી ચાલેલા મેન્ટરશિપ, સંવાદ અને મૂલ્યાંકનના કાર્યક્રમ બાદ તેમને ‘વંદે ભારતમ ટ્રોફી’ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
મેન્ટરશિપ અને ઇન્ડસ્ટ્રી સાથે જોડાણની તક*‘ફાઇનલિસ્ટ વીક’ દરમિયાન ઇનોવેટર્સને ભારતની અગ્રણી સ્ટાર્ટઅપ્સના 20થી વધુ ફાઉન્ડર્સ અને સીઇઓ સાથે સીધો સંવાદ કરવાની તક મળી હતી. વિવિધ સેશન, તબક્કાવાર મૂલ્યાંકન અને નિષ્ણાતો સાથેના સંવાદ દ્વારા સહભાગીઓએ પોતાના આઇડિયાને વધુ વિકસાવ્યા હતા તેમજ અનુભવી ઉદ્યોગસાહસિકો અને બિઝનેસ લીડર્સ પાસેથી મહત્વપૂર્ણ માર્ગદર્શન મેળવ્યું હતું.
ગ્રાન્ડ ફિનાલેમાં અદાણી ગ્રુપનું નેતૃત્વ ઉપસ્થિત ગ્રાન્ડ ફિનાલેમાં અદાણી ગ્રુપના CEO, પરિવારજનો, મેન્ટર્સ અને સહભાગીઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ગૌતમ અદાણીએ ‘વંદે ભારતમ’ના એક્સપિરિયન્સ સેન્ટરની પણ મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે ઇનોવેટર્સ સાથે મુલાકાત કરી તેમના વિચારો, સફર અને ઉકેલો વિશે જાણકારી મેળવી હતી.
ગૌતમ અદાણીએ ઇનોવેટર્સને આપ્યું પ્રોત્સાહન*ગ્રાન્ડ ફિનાલે દરમિયાન શ્રી ગૌતમ અદાણી, ચેરમેન, અદાણી ગ્રુપે જણાવ્યું હતું કે, “‘વંદે ભારતમ’એ દર્શાવ્યું છે કે ભારતની ઉદ્યોગસાહસિક પ્રતિભા આપણે ધારીએ છીએ તેના કરતાં ઘણી વધુ વ્યાપક અને વૈવિધ્યસભર છે. આ ઇનોવેટર્સે વાસ્તવિક સમસ્યાઓને ઓળખી અને હેતુપૂર્ણ ઉકેલો તૈયાર કરવાની હિંમત બતાવી છે. મારી આશા છે કે આ પ્લેટફોર્મ તેમને પોતાના વિચારોને આગળ લઈ જવા માટે પ્રોત્સાહન, યોગ્ય માર્ગદર્શન અને તકો પૂરી પાડશે તથા આ કાર્યક્રમથી આગળ પણ તેઓ વ્યાપક અસર ઊભી કરી શકશે.” *રાજીવ ખંડેલવાલ સાથે પહેલની પહોંચ વધુ વ્યાપક બનશે*અભિનેતા રાજીવ ખંડેલવાલ સાથે ‘વંદે ભારતમ’ના હોસ્ટ અને એમ્બેસેડર તરીકેનું જોડાણ પહેલની પહોંચને વધુ વ્યાપક બનાવશે. તેમના માધ્યમથી દેશભરમાંથી ઉભરી રહેલા ઇનોવેટર્સ અને તેમના વિચારોને વધુ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.*દેશભરમાંથી મળ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ*‘વંદે ભારતમ’ની ઈનોગ્રલ આવૃત્તિ માટે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 26,000થી વધુ અરજીઓ મળી હતી. તેમાં મોબિલિટી, સસ્ટેનેબિલિટી, ટેક્નોલોજી, કૃષિ, ડિફેન્સ, હેલ્થકેર, મેન્યુફેક્ચરિંગ, એજ્યુકેશન સહિત વિવિધ ક્ષેત્રોમાંથી આઇડિયા રજૂ કરવામાં આવ્યા હતા.
‘વંદે ભારતમ’નો ઉદ્દેશ્ય એ માન્યતા પર આધારિત છે કે પ્રતિભા દરેક જગ્યાએ છે, પરંતુ તકો દરેક જગ્યાએ સમાન નથી. આ પહેલ આશાસ્પદ ઇનોવેટર્સને મેન્ટરશિપ, ઇન્ડસ્ટ્રી સાથે જોડાણ, ઓળખ અને આગળ વધવાની તકો પૂરી પાડીને આ અંતરને દૂર કરવાનો પ્રયાસ કરે છે.ગ્રાન્ડ ફિનાલેમાં સન્માનિત થયેલા 10 ફાઇનલિસ્ટ્સ ‘વંદે ભારતમ’ની ઈનોગ્રલ આવૃત્તિની સફર પૂર્ણ કરનારા પ્રથમ બેચનું પ્રતિનિધિત્વ કરે છે. હવે આ પહેલ ભારતના વિવિધ વિસ્તારોમાંથી ઉભરી રહેલા નવા વિચારોને ઓળખવા અને તેમને આગળ વધારવા માટે વધુ વ્યાપક રાષ્ટ્રીય પ્લેટફોર્મ ઊભું કરવાની દિશામાં આગળ વધી રહી છે. ‘વંદે ભારતમ’ વિશે‘વંદે ભારતમ’ અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણી દ્વારા શરૂ કરવામાં આવેલી રાષ્ટ્રીય સ્તરની ગ્રાસરૂટ ઇનોવેશન અને એન્ટરપ્રેન્યોરશિપ પહેલ છે. આ પહેલનો ઉદ્દેશ્ય દેશભરમાંથી આશાસ્પદ ઇનોવેટર્સને ઓળખી તેમને મેન્ટરશિપ, ઇન્ડસ્ટ્રી સાથે જોડાણ, ઓળખ અને તકો પૂરી પાડવાનો છે, જેથી તેઓ દેશના વિકાસમાં યોગદાન આપતા સાહસો ઊભા કરી શકે.