Ahmedabad News

બાળકોના ચારિત્ર ઘડતર અંગે લાયન્સ ક્લબ દ્વારા ચાલતો કાર્યકમ “Quest”

Views: 176
1 0
Spread the love
Read Time:1 Minute, 41 Second

1992માં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા બાળકોમાં ચારિત્ર ઘડતર અને આજની સાંપ્રત પરિસ્થિતિમાં મુશ્કેલીઓનો સામનો કરવાનું બળ મળે તેવો કાર્યક્રમ Quest નામથી જર્મનીમાં ચાલતો હતો.

 

તે વર્ષના લાયન્સ ઇન્ટરનેશનલ ના આંતરરાષ્ટ્રીય પ્રમુખ અને આપણા અમદાવાદના જ પનોતા પુત્ર શ્રી રોહિત મહેતા દ્વારા લાયન્સ Questના નામે ભારતમાં લાવવામાં આવ્યો.

ત્યારથી લઈને આજ સુધી, આ કાર્યક્રમ ખૂબ સફળતાપૂર્વક સમગ્ર ભારત અને એમાંય ખાસ કરીને ગુજરાતમાં બાળકોના ચારિત્ર ઘડતર માટે જુદી જુદી શાળાઓમાં ચાલી રહ્યો છે.

 

 

તે અંતર્ગત તાજેતરમાં જ અમદાવાદ જિલ્લાના બારેજા મુકામે શ્રી પ્રકાશ હાઇસ્કુલમાં, લાયન્સ Questની તાલીમ આપવા માટે 27 શિક્ષકોને તાલીમ વર્કશોપ યોજાઈ ગયો. તે દ્વારા ૧૨૫૧ બાળકો સુધી આ કાર્યક્રમને જોડી શકાયા.

 

આ તબક્કે ડિસ્ટ્રીકટ ગવર્નર પ્રકાશ અગ્રવાલ, વાઈસ ગવર્નર શ્રી ગિરવાન મહેતા, ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રી મિલન દલાલ, બારેજા કેળવણી મંડળના પ્રમુખ શ્રી યોગેન ભલાભાઇ પટેલ અને આ કાર્યક્રમના સંયોજક શ્રી રૂપાબેન શાહે સતત પ્રયત્નશીલ રહી અને આ તાલીમ વર્કશોપને સફળ બનાવ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *