અમદાવાદના આર્કિટેક્ચરલ લેન્ડસ્કેપને છેલ્લા ‘સાડા ત્રણ દાયકા’થી ગૌરવવંતી ઓળખ આપનાર VENUS GROUP એ સામાજિક ઉત્તરદાયિત્વની પોતાની સફરને એક અર્થપૂર્ણ અને નવો આયામ આપ્યો છે. છેલ્લા ૩૫ વર્ષથી અગ્રેસર રીતે રિયલ એસ્ટેટ અને પ્રોપર્ટી ડેવલપમેન્ટ ક્ષેત્રે ઇમારતોનું નિર્માણ કરવાથી આગળ વધીને, VENUS GROUP આજે પોતાની વિશિષ્ટ સામાજિક પહેલ ‘Live it Now’ ની જાહેરાત કરી છે, જે માત્ર એક અભિયાનથી પણ આગળ સમાજમાં દીર્ઘકાલીન સકારાત્મક પરિવર્તન લાવવાની એક ઉત્કૃષ્ટ વિચારધારા છે.
VENUS GROUP રક્તદાન શિબિરો અને અનેકવિધ લોકકલ્યાણના કાર્યો દ્વારા સમાજસેવામાં અગ્રેસર ભૂમિકા ભજવી રહ્યું છે. પરંતુ ‘Live it Now’ એ માત્ર એક પહેલથી પણ આગળ તમામ સેવાયજ્ઞોને એક નવી દિશા અને વ્યાપક પ્લેટફોર્મ પૂરું પાડતી ગ્રૂપની એક પ્રતિબદ્ધ અને ઉમદા વિચારધારા છે.કોઈપણ મોટા પરિવર્તનની શરૂઆત પોતાના ઘરથી જ થવી જોઈએ, આ જ વિચાર સાથે ગ્રૂપે આ અભિયાનની શરૂઆત પોતાના જ ‘VENUS પરિવાર’થી કરી છે.
ગ્રૂપે પોતાના સપોર્ટ સ્ટાફના પરિવારના ૨ થી ૨૧ વર્ષની વયના બાળકોના ભણતરની સંપૂર્ણ જવાબદારી પોતાના શિરે લીધી છે.‘Live it Now’ પહેલ હેઠળ VENUS GROUP આ બાળકોની સ્કૂલ-કોલેજની ફી, હોસ્ટેલ, આવવા-જવાની વ્યવસ્થા તેમજ ખાવા-પીવાની તમામ વાર્ષિક ફી ખુદ વહન કરશે, જેથી તેમના શિક્ષણમાં નિરંતરતા જળવાઈ રહે અને તેમના પરિવાર પર કોઈ પ્રકારનો આર્થિક બોજ ન પડે. આનો મુખ્ય હેતુ આ બાળકોના પરિવારોને આર્થિક રીતે સાથ આપવાનો અને તેમના ઉજ્જવળ ભવિષ્યને સુનિશ્ચિત કરવાનો છે.
આ પહેલનો વ્યાપ માત્ર VENUS GROUP પૂરતો જ સીમિત રહેવાનો નથી. સમયની સાથે આ અભિયાન આગળ વધીને વ્યાપક સમાજના જરૂરિયાતમંદ વર્ગ સુધી પહોંચશે.
‘Live it Now’ પહેલ જે દિશા અને દ્રષ્ટિનો એક અનોખો અભિગમ છે, તેના વિશે જણાવતા VENUS GROUP ના ડિરેક્ટર વિનીત વાસવાણીએ ખૂબ જ હૃદયસ્પર્શી રીતે કહ્યું કે, “શિક્ષણ એ માનવ જીવનની સૌથી મૂલ્યવાન મૂડી છે, જે સમય સાથે ક્યારેય ઘટતી નથી પરંતુ સતત વધતી જાય છે. તે માત્ર એક વ્યક્તિનું જ નહીં, પરંતુ આખા પરિવાર, સમાજ અને દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે.
‘Live it Now’ દ્વારા અમે અમારા પોતાના પરિવારથી આ શરૂઆત કરી છે, પરંતુ અમારો સંકલ્પ ઘણો મોટો છે. અમે ઈચ્છીએ છીએ કે આ અભિયાન ધીમે-ધીમે આગળ વધીને એવા દરેક જરૂરિયાતમંદ સુધી પહોંચે, જેને સાચે જ એક સારી તકની જરૂર છે.
”આ અભિગમ દર્શાવે છે કે VENUS GROUP માત્ર ક્રોંક્રીટની ઇમારતોના નિર્માણની સાથે માનવ મૂલ્યોને જગાડીને લોકોના જીવનને પણ સુંદર આકાર આપી રહ્યું છે.૩૫ વર્ષનો બેજોડ વારસો અને વિકાસની ગતિછેલ્લા સાડા ત્રણ દાયકાથી અમદાવાદના આર્કિટેક્ચરલ લેન્ડસ્કેપને ગૌરવવંતી ઓળખ આપવામાં VENUS GROUP હંમેશાં અગ્રેસર રહ્યું છે. ગ્રૂપની આ દીર્ઘકાલીન સફર તેની શ્રેષ્ઠતા અને અતૂટ વિશ્વાસનું પ્રતિક છે.
માઇલસ્ટોન અને બેન્ચમાર્ક પ્રોજેક્ટ્સશહેરની શાન ગણાતા ‘Venus Atlantis’, ‘Stratum at Venus Grounds’ અને ‘Pashmina’ જેવા ભવ્ય અને પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ્સ દ્વારા VENUS GROUP નિર્માણ ક્ષેત્રે શ્રેષ્ઠતાના નવા માપદંડો સ્થાપિત કર્યા છે.આવતીકાલના ભવિષ્યનું આધુનિક સ્થાપત્યશહેરના આકાશને નવી ઓળખ આપનાર, VENUS GROUP હાલમાં ‘The Planet’, ‘Deshna’ અને ‘The Universe’ જેવા અત્યાધુનિક અને ભવિષ્યદર્શી પ્રોજેક્ટ્સ દ્વારા અમદાવાદના અર્બન ડેવલપમેન્ટને એક બિલકુલ નવી અને ભવ્ય દિશા આપી રહ્યું છે.
‘Live it Now’ પહેલ એ સાબિત કરે છે કે VENUS GROUP માત્ર પ્રોપર્ટી ડેવલપમેન્ટ પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે સાચા અર્થમાં માનવીય સંસાધનોમાં રોકાણ કરી રહ્યું છે. કારણ કે, એક ભવ્ય અને સમૃદ્ધ આવતીકાલની શરૂઆત હંમેશાં આજે આપણે ઊભી કરેલી નાની-નાની તકોથી જ થાય છે.