ભારતના સૌથી મોટા ઇવી ચાર્જિંગ નેટવર્ક Bolt.Earth અને અમદાવાદના સૌથી વિશ્વસનીય રિયલ એસ્ટેટ ડેવલપર્સ પૈકીના એક સ્વાતિ બિલ્ડર્સે અમદાવાદમાં પસંદગીના રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સમાં સ્માર્ટ ઇવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એકીકૃત કરવા માટે ભાગીદારી કરી છે. આ સાથે બંને કંપનીઓએ સસ્ટેનેબલ લિવિંગ માટે એક નવો બેન્ચમાર્ક સ્થાપ્યો છે.
આ ભાગીદારીના ભાગરૂપે Bolt.Earth ને સ્વાતિ બિલ્ડર્સના રજિસ્ટર્ડ ઇવી ચાર્જિંગ સોલ્યુશન્સ પાર્ટનર તરીકે નિયુક્ત કરવામાં આવી છે. વિવિધ સેવા પ્રદાતાઓના ગહન મૂલ્યાંકન બાદ, સ્વાતિ બિલ્ડર્સે સ્માર્ટ, સુરક્ષિત તથા યુઝર-ફ્રેન્ડલી ચાર્જિંગ ઇકોસિસ્ટમ પૂરી પાડવાની Bolt.Earth ની નિપુણતા પર પસંદગી ઉતારી હતી. આ સહયોગ હેઠળ સ્વાતિ સિમ્ફની, સ્વાતિ પાર્કસાઇડ, સ્વાતિ ગાર્ડેનિયા અને સ્વાતિ સેનોર સહિતના તમામ પ્રોજેક્ટ્સમાં સફળતાપૂર્વક અમલીકરણ થયું છે.
આ જોડાણ હાઉસિંગ પ્રોજેક્ટ્સમાં વિશ્વસનીય ઇવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરી પાડીને રહેણાંક સમુદાયોને ભવિષ્યની જરૂરિયાતો માટે સુરક્ષિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ભારત જ્યારે ઇલેક્ટ્રિક ભવિષ્ય તરફ પ્રયાણ કરી રહ્યું છે, ત્યારે આવા સહયોગ દેશના ઇવી અભિયાનને વેગ આપવા માટે અનિવાર્ય છે. આનાથી રહીશો ઇવીની માલિકી સાથે સંકળાયેલા અવરોધો વિના, સુલભ અને ભરોસાપાત્ર ચાર્જિંગ સુવિધાઓ સાથે ટકાઉ જીવનશૈલી અપનાવી શકશે.
Bolt.Earth ની સ્માર્ટ ચાર્જિંગ ઇકોસિસ્ટમ દ્વારા રહીશો હવે ‘Bolt.Earth EV Charging App’ ની મદદથી ઘરે બેઠા જ સરળતાથી પોતાનું વાહન ચાર્જ કરી શકશે. આ સુવિધા જાહેર ચાર્જિંગ સ્ટેશન શોધવાની મથામણ દૂર કરે છે અને પર્યાવરણને અનુકૂળ ગતિશીલતાને રોજિંદા જીવનનો અભિન્ન હિસ્સો બનાવે છે.
ઇવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સમાં રજૂ કરીને સ્વાતિ બિલ્ડર્સ ન કેવળ લાંબા ગાળાની અપીલ તથા તેના ડેવલપમેન્ટ્સની ભવિષ્યની તૈયારી મજબૂત બનાવે છે, પરંતુ તેમના રોકાણના મૂલ્યમાં પણ વધારો કરે છે. સ્વાતિની પ્રોપર્ટીઝના ખરીદદારો હવે તેમના યુનિટ્સ માટે પ્રીમિયમ કિંમત મેળવી શકે છે કારણ કે ઇવી ચાર્જિંગ જેવી સુવિધાઓ રિયલ એસ્ટેટને આકર્ષક બનાવવામાં નિર્ણાયક પરિબળ પુરવાર થઈ રહ્યા છે.
સ્વાતિ બિલ્ડર્સ જેવા દૂરંદેશી ધરાવતા (Visionary) ડેવલપર્સ સાથેનું Bolt.Earth નું આ જોડાણ વિવિધ રહેણાંક સમુદાયોમાં ઇવી ચાર્જિંગ સોલ્યુશન્સના અમલીકરણને નવી ગતિ પ્રદાન કરશે, જે ભારતના ઇલેક્ટ્રિક મોબિલિટી તરફના સંક્રમણને વધુ વેગ આપશે. વિશેષ કરીને, રહીશોને ઘરઆંગણે જ વિશ્વસનીય ચાર્જિંગ સુવિધા મળવાથી ઇલેક્ટ્રિક વાહન અપનાવવું હવે વધુ સરળ, વ્યવહારુ અને સુલભ બનશે.
Bolt.Earth ના સીઈઓ અને સહ-સ્થાપક એસ. રાઘવ ભારદ્વાજે જણાવ્યું હતું કે, “ભારતનું ઇલેક્ટ્રિક મોબિલિટી તરફનું સંક્રમણ એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર નિર્ભર છે જે વિશ્વસનીય અને સુલભ બંને હોય. સ્વાતિ બિલ્ડર્સ જેવા દૂરંદેશી ધરાવતા ડેવલપર્સ સાથે સહયોગ કરીને અમે ઇવી ચાર્જિંગને લોકોની જીવનશૈલીમાં વણી રહ્યા છીએ. અમારો ઉદ્દેશ્ય ટકાઉ સમુદાયોનું નિર્માણ કરવાનો અને રહીશોને ઇલેક્ટ્રિક ભવિષ્ય માટે સજ્જ કરવાનો છે.”
સ્વાતિ બિલ્ડર્સના ડાયરેક્ટર સાકેત અગ્રવાલે જણાવ્યું હતું કે, “સ્વાતિ બિલ્ડર્સ ખાતે અમારી પ્રાથમિકતા રહીશોને કોઈપણ બાંધછોડ વિના શ્રેષ્ઠ સુવિધાઓ અને સુગમતા આપવાની રહી છે. Bolt.Earth સાથેના અમારા સહયોગમાં અમને અત્યંત સંતોષકારક પરિણામો મળ્યા છે; ચાર્જિંગની વિશ્વસનીયતા કે ઝડપ બાબતે ગ્રાહકો તરફથી હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી. આ અતૂટ વિશ્વાસને કારણે જ અમે Bolt.Earth સાથેની ભાગીદારીને વધુ વિસ્તારવા માંગીએ છીએ. ઇવી ચાર્જિંગ એ સસ્ટેનેબલ લિવિંગનું ભવિષ્ય છે અને અમે રહીશોને તેમના જ આંગણે પોસાય તેવા દરે આ સુવિધા આપીને તેમને ઇલેક્ટ્રિક મોબિલિટી માટે તૈયાર કરી રહ્યા છીએ.”
About Bolt.Earth:- Bolt.Earth, founded in 2017, is India’s largest EV charging network, with over 100,000 chargers across 1,900+ cities.
As an ISO-certified, vertically integrated player, it delivers end-to-end solutions; hardware, software, and services ensuring a seamless and scalable charging experience.
Its open network supports 2-, 3-, and 4-wheelers with both standard and fast-charging options via a user-friendly app. Key achievements include large-scale deployments through partnerships with OEMs like Bajaj and Mahindra, and building one of the most widely accessible charging ecosystems in the country.
Backed by leading global investors, Bolt.Earth is expanding across India and international markets, with a mission to make EV charging accessible, intelligent, and sustainable.
For more information:- visit https://bolt.earth/
