Ahmedabad News Business News Contact Us Entertainment News Gujarat Local News World

સીરત કમિટી અને રોટરી ક્લબ આદર્શ અમદાવાદનો મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે અનોખો પ્રયાસ

સીરત કમિટી અને રોટરી ક્લબ આદર્શ અમદાવાદનો મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે અનોખો પ્રયાસ
Views: 140
1 0
Spread the love
Read Time:2 Minute, 57 Second

• વિધવા અને જરૂરિયાતમંદ મહિલાઓને સિલાઈ મશીનનું વિતરણ કરી સ્વરોજગાર તરફ પ્રેરણા !!

છેલ્લા 46 વર્ષથી સમાજના સર્વાંગી વિકાસ માટે કાર્યરત સીરત કમિટી દ્વારા રોટરી ક્લબ આદર્શ અમદાવાદના સહયોગથી વિધવા તેમજ જરૂરિયાતમંદ મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે સિલાઈ મશીન વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.સીરત કમિટી છેલ્લા ચાર દાયકાથી વધુ સમયથી સમાજના જરૂરિયાતમંદ પરિવારો માટે નોટબુક વિતરણ, સિલાઈ મશીન વિતરણ, અનાજ કિટનું વિતરણ તેમજ ચેરિટેબલ હેલ્થ ડિસ્પેન્સરી જેવી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમાજને આત્મનિર્ભર અને સ્વાવલંબી બનાવવા માટે સતત કાર્યરત છે.

આ કાર્યક્રમ દરમિયાન કુલ 15 સિલાઈ મશીનોનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં 8 સામાન્ય સિલાઈ મશીનો તથા 7 ઝુકી (juki) સિલાઈ મશીનોનો સમાવેશ થાય છે. ઘરઆધારિત મહિલા ઉદ્યોગસાહસિકો માટે ઉપયોગી આ મશીનોની કુલ કિંમત અંદાજે રૂ. 1.60 લાખ જેટલી છે.આ પ્રસંગે રોટરી ક્લબ આદર્શ અમદાવાદના રોટેરિયન મુશ્તાક મુનશી, રોટેરિયન વિકી અંબાવાણી અને રોટેરિયન સુભોજિત સેનના હસ્તે સીરત કમિટીના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં લાભાર્થી મહિલાઓને સિલાઈ મશીનો અર્પણ કરવામાં આવ્યા.

આયોજકોએ જણાવ્યું હતું કે મહિલાઓને માત્ર સહાય પૂરતી આપવાને બદલે તેમને આવકનું કાયમી સાધન ઉપલબ્ધ કરાવવું એ સાચા અર્થમાં સશક્તિકરણ છે. આ પહેલ દ્વારા મહિલાઓને સિલાઈ કૌશલ્ય વિકસાવી ઘરેથી જ સ્વરોજગાર શરૂ કરવાની તક મળશે, જેથી તેઓ પોતાના પરિવારના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકશે.

સીરત કમિટીએ માહિતી આપી હતી કે આજના કાર્યક્રમ સાથે અત્યાર સુધીમાં 500થી વધુ સિલાઈ મશીનોનું વિતરણ કરવામાં આવ્યું છે, જેના કારણે અનેક મહિલાઓ આત્મનિર્ભર બની પોતાના પરિવારનું ગૌરવપૂર્ણ રીતે ભરણપોષણ કરી રહી છે.સીરત કમિટી અને રોટરી ક્લબ આદર્શ અમદાવાદનો આ સંયુક્ત પ્રયાસ મહિલા સશક્તિકરણ, સ્વરોજગાર અને આત્મનિર્ભર સમાજના નિર્માણ માટે એક પ્રેરણાદાયી પહેલ તરીકે નોંધપાત્ર બન્યો છે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *