15મી ઓગસ્ટ એટલે કે આપણો રાષ્ટ્રીય તહેવાર સ્વતંત્રતા દિવસ !!!
સમગ્ર દેશમાં આઝાદીના પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે નાના બાળકોમાં પણ દેશભક્તિનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
શાંતિ જુનિયર સ્કૂલ, ઝુંડાલના બાળકો દ્વારા સ્વતંત્રતા દિવસની ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. તિરંગાના રંગોમાં સજ્જ નાના ભૂલકાઓએ શાળાના પ્રાંગણમાં દેશભક્તિના નારા લગાવ્યા હતા.
આ પ્રસંગે સ્કુલના પ્રિન્સિપલ સ્નેહા સુસાન સંતોષ દ્વારા સ્કૂલના બાળકોને ધ્વજવંદન, દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું શું મહત્વ છે તેને વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા..નાના બાળકોના આ ઉત્સાહને જોઈને ત્યાં ઉપસ્થિત સૌ કોઈના હૃદયમાં દેશપ્રેમની ભાવના છલકાઈ ઉઠી હતી.