શ્રી રામ ચરિત માનસનો પાંચમો અધ્યાય એટલે સુંદરકાંડ. આ એકમાત્ર એવો કાંડ છે જેમાં મુખ્ય નાયક ભગવાન શ્રીરામ નહીં, પરંતુ તેમના પરમ ભક્ત હનુમાનજી છે. હનુમાનજીની બુદ્ધિ, બળ, ભક્તિ અને સફળતાનું વર્ણન હોવાથી આ પાઠનું આધ્યાત્મિક અને વ્યવહારિક મહત્વ અત્યંત વિશેષ છે.
“સુંદરકાંડ એટલે ભક્ત અને ભગવાનના મિલનની કથા, હનુમાનજીના અખૂટ પરાક્રમ અને દાસ્યભક્તિનું અદભુત વર્ણન. માન્યતા છે કે જ્યાં પણ સુંદરકાંડનો પાઠ થાય છે, ત્યાં પવનપુત્ર હનુમાનજી અદ્રશ્ય રૂપે બિરાજમાન રહે છે.”.
• પ્રખર કથાવાચક શ્રી અશ્વિની પાઠકજીના મુખારવિંદથી ભવ્ય અને ભાવસભર સુંદરકાંડ પાઠનું રસપાન કરાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વીરાંગના ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ, મીરા રાજપૂત (કરણી સેના ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ ) સાથે સોસાયટી ના તમામ ભાવિ ભક્તો મોટી સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહી. સુંદર કાંડ પાઠ નો લ્હાવો લીધો હતો.