અમદાવાદ :- અમદાવાદમાં માનસ સત્સંગ ટ્રસ્ટ દ્વારા સંત શ્રી ગોસ્વામી તુલસીદાસજીની જન્મજયંતિ નિમિત્તે ભક્તિ અને સંગીતથી ભરપૂર વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું .
મણિનગરના મુક્તજીવન ઓડિટોરિયમ ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં શ્રીરામચરિતમાનસનું સ્તુતિગાન, ભજન, કીર્તન અને સત્સંગનું આયોજન કરાયું હતું .
આ પાવન અવસરે ‘રઘુનાયક ગુણગાન’ નામના દિવ્ય ગ્રંથનું વિશેષ પુસ્તક વિમોચન પણ કરવામાં આવ્યું .
પરમ પૂજ્ય શ્રી ધવલકુમારજી દ્વારા સંકલિત આ ગ્રંથમાં શ્રી રામ ચરિત માનસમાં ભગવાન શ્રીરામની સ્તુતિ કરનાર વિવિધ પાત્રોની સ્તુતિઓનું સુંદર સંકલન કરવામાં આવ્યું હતું .
આ ઉપરાંત ગ્રંથમાં સુંદરકાંડ, હનુમાનાષ્ટક, હનુમાન ચાલીસા, હનુમાન બાહુક સહિત ભગવાન હનુમાનજીની વિવિધ સ્તુતિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો .
Instagram Link :-
https://www.instagram.com/reel/DcQYDkuuVTW/?igsh=MWd0b2R4dmU3NWViYg==
facebook link :-
https://www.facebook.com/share/v/1JASJAu9yH/
YouTube Link :-
https://youtube.com/shorts/5f9EaHXXUzU?si=pSrgi2g4vmyuwYbC