સોનુએ પોતાના આ વીડિયોમાં જણાવી છે કે આ Rat Snake છે અને ઝેરી નથી, પણ તેમ છતાં બહુ જ કાળજી રાખવી પડે. તેણે લોકોને ખાસ અપીલ કરી કે આવું જો કોઈ ઘટના બને તો તરત Snake રેસ્ક્યુઅર બોલાવો. સોનું સૂદ તો થોડુંક જાણતા હોવાથી સાપ પકડી લીધો, પણ સામાન્ય લોકો માટે આવું જોખમ ભરેલું કામ ન કરવું જોઈએ. વીડિયોમાં આગળ જોઈ શકાય છે કે સોનુ ખૂબજ સાવધાનીથી સાપને પકડે છે અને ઓશીકાના કવરમાં મૂકી દે છે. ત્યારબાદ તે પોતાના મદદગારોને કહે છે કે આ સાપને નજીકના જંગલમાં છોડી દો.
સોનુ સૂદની સોસાયટીમાં એક સાપ ઘૂસી ગયો, અભિનેતાએ પોતે તેને હાથમાં ઉપાડીને આ રીતે બચાવ્યો
Views: 221
બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ દરરોજ કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. આ અભિનેતા પોતાના ઉમદા કાર્યને કારણે ચાહકોની નજરમાં હીરો બની ગયો છે. આ દરમિયાન, સોનુએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે,જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તે પોતે સાપ પકડાતા નજરે પડે છે.
Read Time:1 Minute, 18 Second