Business News Entertainment News Gujarat Technology World

કન્ટેન્ટ ઈન્ડિયા 2026 સફળતાપૂર્વક પૂર્ણ, ભારત અને વિદેશમાંથી 700થી વધુ પ્રતિભાગીઓએ લીધો ભાગ

Views: 227
1 0
Spread the love
Read Time:4 Minute, 29 Second

મુંબઈ : ભારતના કન્ટેન્ટ ઇન્ડસ્ટ્રીની ઝાંખી કરાવતું ‘કન્ટેન્ટ ઈન્ડિયા 2026’ ઇવેન્ટ, Dish TV અને C21Media દ્વારા આયોજિત આ કાર્યક્રમ ત્રણ દિવસ સુધી ચાલ્યો હતો. તેમાં ભારત અને વિદેશમાંથી 700થી વધુ લોકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન નવા આઇડિયાઝ, ઇનોવેશન અને ઉત્તમ સ્ટોરીટેલિંગ પર ચર્ચા કરવામાં આવી હતી.

આ સંમેલનમાં ઉદ્યોગના અગ્રણી નિષ્ણાતો, ક્રિએટર્સ અને ફિલ્મમેકર્સે ભાગ લીધો હતો. તેમણે કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ઇન્ટરનેશનલ ફોર્મેટ્સ, ફાઇનાન્સિંગ, ટેકનોલોજી અને ક્રિએટર ઇકોનોમી જેવા વિષયો પર ચર્ચા કરી હતી. સાથે જ, ગ્લોબલ કન્ટેન્ટને ભારતીય દર્શકોને અનુરૂપ કેવી રીતે રૂપાંતરિત કરવામાં આવી રહ્યું છે અને એન્ટરટેનમેન્ટ ક્ષેત્રમાં રોકાણ કેવી રીતે વધી રહ્યું છે તે મુદ્દાઓ પર પણ વિચારવિમર્શ થયો હતો.

ત્રણ દિવસ દરમિયાન ડિજિટલ કન્ટેન્ટના વધતા ટ્રેન્ડ, માઇક્રો ડ્રામા, વર્ટિકલ વિડિઓ અને કન્ટેન્ટ નિર્માણમાં AIના ઉપયોગ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ઉદ્યોગના નેતાઓએ સમજાવ્યું કે નવા શોઝ કેવી રીતે બનાવવામાં આવે છે, પાર્ટનરશિપ કેવી રીતે રચાય છે અને આવક મેળવવાના નવા માર્ગો કયા છે.

આ ઇવેન્ટમાં અનેક જાણીતા નામોએ હાજરી આપી હતી, જેમ કે શિલાંગી મુખર્જી, અનુજ ગાંધી, દીપક ધર, ફિઓના કેમ્પબેલ, સાહિરા નાયર, રાજારામન સુંદરમ, સાઈ અભિષેક, વિષ્ણુ મોહતા, તરુણ સાહની, અનિરુદ્ધ રોય ચૌધરી, તાન્યા બામી, રિચ્ચી મહેતા, સમીર નાયર, અર્જુન નોહર, નિહારિકા પાંડે અને અરુણા દરયાનાની વગેરે.

કાર્યક્રમના બે ખાસ આકર્ષણ રહ્યા: પ્રથમ – ‘કન્ટેન્ટ ઈન્ડિયા કોપ્રો પિચ’ (Content India Copro Pitch), જેમાં ક્રિએટર્સે પોતાના નવા શોના આઇડિયાઝ જજોના સમક્ષ રજૂ કર્યા. બીજું – ‘રાઇટર્સ રૂમ માસ્ટરક્લાસ’ (Writers Room Masterclass), જેને પ્રસિદ્ધ લેખક-પ્રોડ્યુસર ફ્રેન્ક સ્પોટનિટ્ઝ દ્વારા લેવામાં આવી, જેમાં તેમણે ટેલિવિઝન લેખન અંગે માર્ગદર્શન આપ્યું.

ડિશ ટીવી ઇન્ડિયાના સીઈઓ અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, શ્રી મનોજ ડોભાલે જણાવ્યું: “ગત ત્રણ દિવસ દરમિયાન ભારતીય કન્ટેન્ટ ઇન્ડસ્ટ્રીની સર્જનાત્મકતા, ઊર્જા અને સાથે મળીને કામ કરવાની ભાવના જોવી ખૂબ આનંદદાયક રહી. લોકોના વિચારોમાં સ્પષ્ટતા અને મોટા સપનાઓ દેખાયા. સૌનો હેતુ એવી કહાનીઓ બનાવવાનો છે જે સમગ્ર વિશ્વ સુધી પહોંચે. જ્યારે ક્રિએટર્સ, પ્લેટફોર્મ્સ અને રોકાણકારો સાથે આવે છે, ત્યારે ભારતીય કહાનીઓ માટે એક નવા યુગની શરૂઆત થાય છે. તેની સફળતા આ પર નિર્ભર રહેશે કે આ કહાનીઓને કેવી રીતે આગળ વધારવામાં આવે, તેમાં રોકાણ કરવામાં આવે અને વિશ્વભરના દર્શકો સુધી પહોંચાડવામાં આવે. ભવિષ્ય ખૂબ ઉજ્જવળ દેખાઈ રહ્યું છે અને કન્ટેન્ટ ઈન્ડિયાએ આ વાત સ્પષ્ટ કરી છે.”

કન્ટેન્ટ ઈન્ડિયા 2026માં ક્રિએટિવ અને બિઝનેસ સાથે જોડાયેલા મુદ્દાઓ પર એકસાથે ચર્ચા કરવામાં આવી. આ ઇવેન્ટ એક એવા મંચ તરીકે ઉભરી આવ્યો, જ્યાં ક્રિએટર્સ, પ્લેટફોર્મ્સ, પ્રોડ્યુસર્સ અને રોકાણકારો એકસાથે મળ્યા. તેનો હેતુ સહકાર વધારવો, નવું કન્ટેન્ટ સર્જવું અને ભારતીય કહાનીઓને વૈશ્વિક સ્તરે પહોંચાડવાનો હતો.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *