• VUCA લર્નિંગના માધ્યમથી પડકારો વચ્ચે યોગ્ય નિર્ણયો અને આભારની લાગણી વ્યક્ત કરવાનું સેશન યોજાયું !!
અમદાવાદ:- Kalorex Future School, Ghatlodia દ્વારા ‘VUCA DAY’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ VUCA લર્નિંગના અનોખા અભિગમ અંતર્ગત, વિદ્યાર્થીઓ અને વાલીઓએ વોલેટાઇલ, અનસર્ટન, કોમ્પ્લેક્સ અને એમ્બિગ્યુઅસને સમજવા માટે ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓ અને અર્થપૂર્ણ અનુભવો સાથે મળીને ભાગ લીધો હતો.
૧૦૦ થી વધુ વાલીઓએ પરિસ્થિતિ મુજબ ઢળવાની ક્ષમતા, વાસ્તવિક સ્થિતિને સમજીને યોગ્ય પગલું ભરવાની સમજ વિગેરે જેવી એડેપ્ટેબિલિટી અરેના, ડિસિઝન લેબ , સિસ્ટમ્સ સ્ટુડિયો , ઇનોવેશન હબ એમ આ ચારેય ઝોનની પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ દરમિયાન વિદ્યાર્થીઓએ માર્ગદર્શક બનીને વાલીઓને અઘરા પડકારો પાર પાડવામાં મદદ કરી હતી.
ધોરણ ૧ થી ૫ ના વિદ્યાર્થીઓ માટે યોજાયેલી બપોરની શિફ્ટમાં ‘Attitude of Gratitude’ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. આ દરમિયાન વિદ્યાર્થીઓએ ‘Yali Moral Tales’ પ્રેરિત એક નાટક રજૂ કર્યું હતું, જેમાં દયા અને પ્રશંસાનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું. નાના બાળકોએ ‘THANK YOU’વિષય પર ખુબજ સુંદર પરફોર્મન્સ રજૂ કર્યું હતું સાથે વાલીઓએ પણ કૃતજ્ઞતા આધારિત આ રમતમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
‘VUCA DAY’ દ્વારા Kalorex Future School, Ghatlodia એ પ્રાયોગિક શિક્ષણને જીવનના મહત્ત્વપૂર્ણ મૂલ્યો સાથે જોડ્યું છે. જેનો હેતુ વિદ્યાર્થીઓને બદલાતી દુનિયાના પડકારો સામે સમજદાર અને મજબૂત બનીને તેનો સામનો કરવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો.