Ahmedabad News Business News Entertainment News Gujarat Local News World

અમદાવાદમાં ફેસ્ટિવ અને બ્રાઇડલ ફેશનનું નવું ‘રેડિયન્સ’ લઈને હાઈ લાઇફ એક્ઝિબિશનનું બે દિવસીય એડીશન આજથી શરૂ

અમદાવાદમાં ફેસ્ટિવ અને બ્રાઇડલ ફેશનનું નવું ‘રેડિયન્સ’ લઈને હાઈ લાઇફ એક્ઝિબિશનનું બે દિવસીય એડીશન આજથી શરૂ
Views: 88
2 0
Spread the love
Read Time:4 Minute, 21 Second

અમદાવાદ: ફેસ્ટિવ અને વેડિંગ સીઝનની શરૂઆત સાથે અમદાવાદના ફેશનપ્રેમીઓ માટે દેશભરની લેટેસ્ટ ફેશન, જ્વેલરી અને લાઇફસ્ટાઇલ ટ્રેન્ડ્સને એક જ સ્થળે માણવાની તક લઈને હાઈ લાઇફ એક્ઝિબિશનનું બે દિવસીય ભવ્ય એડીશન આજથી અમદાવાદ ખાતે શરૂ થયું છે.

26 અને 27 ઓગસ્ટ દરમિયાન હોટેલ લે મેરિડીયન, રામદેવનગર, અમદાવાદ ખાતે સવારે 10થી રાત્રે 9 વાગ્યા સુધી યોજાનારા આ એક્ઝિબિશનમાં દેશભરના 150થી વધુ અગ્રણી ડિઝાઇનર્સ અને બ્રાન્ડ્સ પોતાની નવીનતમ કલેક્શન્સ રજૂ કરી રહ્યા છે.

રક્ષાબંધન, જન્માષ્ટમી અને આગામી તહેવારો તેમજ વેડિંગ સીઝનને ધ્યાનમાં રાખીને આયોજિત આ એડીશનમાં ફેસ્ટિવ વેર, બ્રાઇડલ વેર, ડિઝાઇનર ફેશન, જ્વેલરી, એક્સેસરીઝ, વેડિંગ કલેક્શન્સ અને ખાસ પ્રસંગો માટેના સ્ટાઇલ સ્ટેટમેન્ટ્સ સહિતની વિશાળ રેન્જ જોવા અને ખરીદવા મળશે.

દેશના વિવિધ શહેરોમાંથી આવેલા ડિઝાઇનર્સ દ્વારા રજૂ કરવામાં આવતા ક્રિએટિવ અને ક્યુરેટેડ કલેક્શન્સ અમદાવાદના ફેશનપ્રેમીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે.

હાઈ લાઇફ એક્ઝિબિશનના મેનેજિંગ ફાઉન્ડર શ્રી એબી ડોમિનિકએ જણાવ્યું હતું કે, “અમદાવાદ હંમેશાથી ફેશન અને ક્વોલિટી શોપિંગ માટેનું મહત્વનું માર્કેટ રહ્યું છે. આ વખતે ફેસ્ટિવ અને વેડિંગ સીઝનને ધ્યાનમાં રાખીને અમે દેશભરના ડિઝાઇનર્સના લેટેસ્ટ કલેક્શન્સને અમદાવાદના ગ્રાહકો સુધી એક જ સ્થળે પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે.

અમે અમદાવાદના તમામ ફેશન લવર્સ, બ્રાઇડ્સ-ટુ-બી અને ટ્રેન્ડસેટર્સને હાઈ લાઇફના આ એડીશનની મુલાકાત લેવા આમંત્રણ આપીએ છીએ અને આગામી તહેવારો તેમના માટે નવી ફેશન, નવી સ્ટાઇલ અને નવા રેડિયન્સ સાથે ઉજવાય તેવી શુભેચ્છા પાઠવીએ છીએ.”

આ બે દિવસીય ફેશન એક્સ્ટ્રાવેગેન્ઝામાં મુલાકાતીઓને ટોપ ડિઝાઇનર્સની નવીનતમ કલેક્શન્સ સાથે સીધી ખરીદીનો અનુભવ મળશે. ખાસ કરીને આવનારી ફેસ્ટિવ અને લગ્નસરાની સિઝન માટે ટ્રેડિશનલથી કન્ટેમ્પરરી, એલિગન્ટથી ગ્લેમરસ અને ક્લાસિકથી ટ્રેન્ડી લુક્સ સુધીના વિવિધ વિકલ્પો અહીં ઉપલબ્ધ રહેશે.હાઈ લાઇફ એક્ઝિબિશન તરફથી આમંત્રિત તમામ ગેસ્ટ ઓફ ઓનર બહેનોને રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી.

તહેવારોની ખુશી, ભાઈ-બહેનના પ્રેમ અને નવી ફેશનની ચમક સાથે આ એડીશનને ખાસ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.શ્રી એબી ડોમિનિક અને હાઈ લાઇફ ટીમે અમદાવાદના ફેશનપ્રેમીઓને આ બે દિવસીય એક્ઝિબિશનની મુલાકાત લઈ પોતાના ફેસ્ટિવ અને વેડિંગ વોર્ડરોબને લેટેસ્ટ ડિઝાઇનર કલેક્શન્સ સાથે રિફ્રેશ કરવા માટે ખાસ આમંત્રણ પાઠવ્યું છે.

હાઈ લાઇફ એક્ઝિબિશન – અમદાવાદ

તારીખ: 26 અને 27 ઓગસ્ટ, 2026સમય: સવારે 10:00 થી રાત્રે 9:00 વાગ્યા સુધી

સ્થળ: હોટેલ લે મેરિડીયન, રામદેવનગર, અમદાવાદ

વિશેષ આકર્ષણ: 150થી વધુ ડિઝાઇનર્સ અને બ્રાન્ડ્સના ફેસ્ટિવ, બ્રાઇડલ અને ડિઝાઇનર કલેક્શન્સ

Instagram Link :-

https://www.instagram.com/reel/DcgC8FgOxe_/?igsi=MTllYTZtOXFzZ2g2MQ==

FACEBOOK Link :-

https://www.facebook.com/share/v/14m5TY8bRBq/

Youtube link :-

https://youtube.com/shorts/9ccPIC65bF4?si=Gmqt5WRrb6p4Yoda

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *