‘વિંગ્સ વિમેન્સ ફાઉન્ડેશન’ દ્વારા ૧૫મી ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે સ્વાસ્થ્ય વિષયક સેમિનાર, હાઉસી (Housie) અને સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું !!
જ્યારે આખો દેશ આઝાદીના જશ્નમાં ડૂબેલો છે, ત્યારે આપણી સંસ્થા વિંગ્સ વિમેન્સ ફાઉન્ડેશન’ પણ આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ઉત્સાહભેર જોડાઈ છે. મહિલા સશક્તિકરણ અને ઉત્થાન માટે હંમેશા કાર્યરત એવા આ ફાઉન્ડેશન દ્વારા આ ઉજવણીને વધુ અર્થસભર અને યાદગાર બનાવવા માટે એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે.”
” આ અવસરે, ‘વિંગ્સ વિમેન્સ ફાઉન્ડેશન’ દ્વારા મુખ્ય ત્રણ વિભાગમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું , જે દેશપ્રેમની સાથે સાથે આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પણ બળ પૂરું પાડ્યું .
• સ્વાસ્થ્ય વિષયક સેમિનાર: ‘પહેલું સુખ તે જાતે નર્યા’. એક સ્વસ્થ સ્ત્રી જ સ્વસ્થ સમાજનું અને મજબૂત દેશનું નિર્માણ કરી શકે છે.
• હાઉસી (Housie):સ્વાસ્થ્ય અને જ્ઞાનની ચર્ચા બાદ, થોડો મનોરંજનનો સમય! બહેનો વચ્ચે હળવાશની પળો ઊભી કરવા અને ઉત્સાહ વધારવા માટે સૌની મનપસંદ ‘હાઉસી’ ગેમ નું આયોજન કરવામાં આવ્યું.
• સંગીત કાર્યક્રમ: અને કાર્યક્રમના અંતિમ ચરણમાં, દેશભક્તિના રંગમાં રંગાવા માટે એક શાનદાર સંગીત કાર્યક્રમ યોજાયો.
YOUTUBE link :-