Ahmedabad News Gujarat Local News World

એક્ટ અનુકંપા જીવદયા પરિવારની સેવાયાત્રાના 500 અખંડ રવિવાર પૂર્ણ, 500 જરૂરિયાતમંદ પરિવારોને એક મહિનાની રાશન સામગ્રી અને મીઠાઈનું વિતરણ

એક્ટ અનુકંપા જીવદયા પરિવારની સેવાયાત્રાના 500 અખંડ રવિવાર પૂર્ણ, 500 જરૂરિયાતમંદ પરિવારોને એક મહિનાની રાશન સામગ્રી અને મીઠાઈનું વિતરણ
Views: 93
0 0
Spread the love
Read Time:6 Minute, 26 Second

• દસ વર્ષથી અવિરત સેવાકાર્યનું અનોખું ઉદાહરણ, હવે 1,000 અખંડ રવિવાર પૂર્ણ કરવાનો સંકલ્પ

• આચાર્ય શ્રી રવિરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબ સહિત અનેક ગુરુ ભગવંતોની પાવન નિશ્રામાં 500મો મહા અનુકંપા જીવદયા દિવસ યોજાયો

અમદાવાદ, 1 નવેમ્બર 2026: જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતો એવા સેવા, કરુણા, અનુકંપા અને જીવદયાને જીવનમાં સાકાર કરતાં શ્રી આબુગોડ 27 ગામ પોરવાડ જૈન સમાજના એક્ટ અનુકંપા જીવદયા પરિવારે પોતાની દસ વર્ષની અવિરત સેવાયાત્રામાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.

પરિવાર દ્વારા દર રવિવારે સતત ચલાવવામાં આવતી અનુકંપા સેવાના 500 અખંડ રવિવાર પૂર્ણ થવાના અવસરે રવિવાર, 1 નવેમ્બરના રોજ ન્યૂ વાસણા સ્થિત શ્રી અમીઝરા વાસુપૂજ્ય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના પ્રાંગણમાં ભવ્ય 500મો મહા અનુકંપા જીવદયા દિવસ યોજાયો હતો.

આ ઐતિહાસિક અવસરે 500 જરૂરિયાતમંદ અને સાધર્મિક પરિવારો માટે એક-એક મહિનાની જીવનજરૂરિયાતની ખાદ્ય સામગ્રી ધરાવતી 500 રાશન કિટ તૈયાર કરવામાં આવી હતી. આ તમામ કિટ સાથે મીઠાઈના બોક્સનું પણ વિતરણ કરવામાં આવશે. સમાજના અગ્રણી શ્રેષ્ઠીઓ, વડીલો અને મહાનુભાવો દ્વારા વિવિધ વિસ્તારોમાં આ રાશન કિટનું વિતરણ કરવામાં આવશે.

આ ઐતિહાસિક કાર્યક્રમને સૂરીમંત્ર આરાધક આબુગોડ રત્ન આચાર્ય શ્રી રવિરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબની શુભ નિશ્રા અને આશીર્વાદ પ્રાપ્ત થયા હતા. સાથે જ આજીવન છ વિઘઈ ત્યાગી આચાર્ય શ્રી જયેશરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પંન્યાસપ્રવર શ્રી વૈરાગ્યરત્નવિજયજી મહારાજ સાહેબ આદિ ઠાણા-9નું પણ પાવન સાનિધ્ય પ્રાપ્ત થયું હતું.

કાર્યક્રમમાં વિશિષ્ટ મહેમાન તરીકે સાધાર્મિક વાત્સલ્યના લાભાર્થી સુશ્રાવક શેઠ શ્રી કલેશભાઈ વી. શાહ, સુશ્રાવક શેઠ શ્રી અમિતભાઈ શાહ (ધારાસભ્ય) તથા શ્રી ચેતનભાઈ પટેલ (કોર્પોરેટર, સાબરમતી) ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે તમામ મહાનુભાવો તથા સમાજના વડીલોનું સન્માન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમનો પ્રારંભ સવારે 9:30 કલાકે ગુરુ ભગવંતોના માંગલિક પ્રવચનથી થયો હતો. ત્યારબાદ સવારે 10:30 કલાકે આમંત્રિત મહાનુભાવો અને સમાજના વડીલોનું બહુમાન કરવામાં આવ્યું હતું.

સવારે 11 વાગ્યે ગુરુ ભગવંતોના પાવન હસ્તે 500 રાશન કિટ અને મીઠાઈ વિતરણ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આબુગોડ જૈન સમાજ અને આમંત્રિત મહેમાનો માટે સ્વામીવાત્સલ્યનું આયોજન કરવામાં આવ્યું હતું.

એક મહિનાની જીવનજરૂરિયાતની ખાદ્ય સામગ્રી સાથે 500 રાશન કિટ તૈયારદરેક રાશન કિટમાં જરૂરિયાતમંદ પરિવારની દૈનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને 1 કિલો ચોખા, 1 કિલો દાળ, 1 કિલો ખાંડ, 1 કિલો મીઠું, 1 લીટર ખાદ્ય તેલ, 1 કિલો ગોળ, 250 ગ્રામ ચા, મમરાનું એક પેકેટ, હળદર, મરચું અને ધાણાજીરું પાઉડરના 250-250 ગ્રામના પેકેટ તથા એક મીઠાઈનો બોક્સ સામેલ કરવામાં આવ્યો છે.

આ રીતે 500 પરિવારો સુધી એક મહિનાની જરૂરિયાત માટે ઉપયોગી ખાદ્ય સામગ્રી પહોંચાડવાનો સેવાયજ્ઞ હાથ ધરવામાં આવ્યો છે.ખીચડી વિતરણની નાનકડી શરૂઆતથી 500 અખંડ રવિવારની ઐતિહાસિક સફરઉલ્લેખનીય છે કે આશરે દસ વર્ષ પહેલાં એક્ટ અનુકંપા જીવદયા પરિવારે ખીચડી વિતરણના એક નાના સેવાકાર્ય સાથે પોતાની યાત્રાનો પ્રારંભ કર્યો હતો.

સમાજના સભ્યો, દાતાઓ અને સેવાભાવી સહયોગીઓના સતત સહકારથી આ નાનકડી પહેલ ધીમે ધીમે એક વ્યાપક સેવાકાર્યમાં પરિવર્તિત થઈ હતી.આજે આ પરિવાર દ્વારા દર રવિવારે જરૂરિયાતમંદ અને ભૂખ્યા લોકોને ભરપેટ ભોજન કરાવવાની સાથે ગૌમાતાની સેવા, જીવદયા તેમજ વિવિધ સામાજિક અને માનવીય સેવાકીય પ્રવૃત્તિઓ પણ સતત કરવામાં આવી રહી છે.500 અખંડ રવિવાર પૂર્ણ થવા એ માત્ર એક આંકડો નથી, પરંતુ દસ વર્ષની અવિરતતા, સમર્પણ, સામૂહિક સહભાગિતા અને પરોપકારની ભાવનાનું પ્રતીક છે.

આ ઐતિહાસિક સિદ્ધિ સાથે એક્ટ અનુકંપા જીવદયા પરિવારે હવે 1,000 અખંડ રવિવાર પૂર્ણ કરવાની દિશામાં પોતાની સેવાયાત્રા આગળ ધપાવવાનો સંકલ્પ કર્યો છે.આયોજકોના જણાવ્યા અનુસાર, સમાજના સહયોગથી શરૂ થયેલી આ નાનકડી પહેલ આજે સેંકડો જરૂરિયાતમંદ પરિવારો અને અબોલ જીવોની સેવા કરવાનું માધ્યમ બની છે. આ કાર્યક્રમ દ્વારા ફરી એકવાર એ સંદેશ આપવામાં આવ્યો છે કે સેવા અને અનુકંપા માત્ર વિચારો નથી, પરંતુ જીવનમાં સતત અપનાવવા જેવા સંસ્કાર છે.

આયોજક: શ્રી આબુગોડ 27 ગામ પોરવાડ જૈન સમાજનું એક્ટ અનુકંપા જીવદયા પરિવાર, અમદાવાદ.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *