આજના દર્શકો સાથે જો કશું ખરેખર જોડતું હોય તો તે અભિનય છે, પરંતુ આ શોની બાબતમાં અભિનય જ નહીં, પાત્રો પણ મહત્ત્વપૂર્ણ છે. તાજેતરમાં કરણ ટાકરે પોતાનો સૌથી મોટો ભય- ઊંચાઈમાંથી કઈ રીતે બહાર આવ્યો તે જણાવ્યું. જિયોહોટસ્ટાર પર સ્પેશિયલ ઓપ્સ-2 માટે દુનિયાના સર્વોચ્ચ ડેમમાંથી એક પરથી તેણે મહત્ત્વપૂર્ણ સ્ટંટ કરવાનો હતો. તેને ઊંચાઈનો ભય લાગતો હોવા છતાં એજન્ટ તરીકે તેનું પાત્ર દબાણ હેઠળ નહીં આવી શકે તે ધ્યાનમાં રાખતાં પોતાનો આ ભય દૂર કર્યો. આ વિચારધારાએ તેને એકાગ્ર રહેવામાં મદદ કરી અને વધુ કપરી સ્થિતિઓને તેણે ઉત્તમ રીતે પાર કરી.
અનુભવ વિશે બોલતાં કરણ ટાકર કહે છે, “આ પોતાની રીતે પડકારજનક હતું! સ્થળ બહુ જ કપરું હતું. એકશન અત્યંત રિયલ હતી, જેથી તમે પડતા હોય ત્યારે કોઈકને મારો છો તે અનુભવ તમને અસલી મેદાન પર પડી રહ્યા હોય તેવું મહેસૂસ કરાવે છે, કારણ કે તમે અસલ સ્થળે શૂટિંગ કરતા હો છો! નીરજ સરની શૂટિંગ કરવાની પોતાની આગવી શૈલી છે અને તેથી બાબત અસલ રહે છે. તેમને શક્ય ત્યાં સંપર્ક નજીક રાખવાનું ગમે છે, જેથી અમે અભિનય કરી રહ્યા છીએ તે જણાય નહીં. આને કારણે ઘણી વાર મને પંચ, કિક લાગી અને ફેંકાઈ પણ ગયો હતો, જેણે મને પોતાને પડકાર્યો. જોકે મારે માટે એક સૌથી મોટી વાત એ હતી કે ઊંચાઈના મારા ડરમાંથી હું બહાર આવી ગયો. મને ઊંચાઈનો બહુ ડર લાગતો હતો અને દુનિયામાં સૌથી ઊંચા ડેમાં પરથી એક સ્ટંટ કરવાનો હતો. તે માટે ભરપૂર માનસિક તૈયારી પણ કરવી પડી.’’
શાંતિથી ભયમાંથી બહાર આવવા વિશે કરણ ભાર આપતાં જણાવે છે, “જો હું ભારત માટે ખરેખર રૉ એજન્ટ હોત તો દબાણ મારી પર હારી નહીં થવું જોઈએ! કોઈ પણ સંજોગોમાં મારું કામ દબાણ હેઠળ હોઉં ત્યારે ધારદાર રહેવાનું છે. આથી મનમાં આ વાત રાખો ત્યારે કલાકાર તરીકે ખાસ કરીને તમારી તરફેણમાં નહીં હોય અને કડકતી ઠંડીથી તમે કાંપતા હોય અને તમે જ્યાં શૂટ કરતા હોય તે ડેમ નીચે ભીંજાઈ ગયા હોય તેવા વાતાવરણમાં શૂટિંગ કરવા સમયે તમે જાસૂસ જેવું વિચારવાનું શરૂ કરો છો. તમે આવી સ્થિતિઓને કઈ રીતે પ્રતિસાદ આપવો અને કોઈ પણ ભય હાવી નહીં થાય તે વિશે વિચારવા લાગો છો.’’
~ જોતા રહો દગાબાજી અને ફરજની આખરી રમત, સ્પેશિયલ ઓપ્સ 2 હવે જિયોહોટસ્ટાર પરથી સ્ટ્રીમ થઈ રહી છે ~