🚩 ॥ જય અંબે ॥
• સેવા એ જ સાચી પૂજા:
• સતત રજત જયંતી ૨૫મું વર્ષશ્રી અંબાજી પદયાત્રી મેડિકલ સેવા કેન્દ્ર !!
અમદાવાદ: ભાદરવી પૂનમના પાવન પર્વે માં અંબાના દર્શનાર્થે નીકળતા પદયાત્રીઓની સેવામાં ચાંદખેડાનું મંડળ અગ્રેસર રહ્યું છે.
ચાંદખેડા, જનતાનગર મંદિર પાછળ આવેલ શ્રી અંબાજી મંદિરના જય અંબે મિત્ર મંડળ દ્વારા શ્રી અંબાજી પદયાત્રી મેડિકલ સેવા કેન્દ્ર દ્વારા સતત ૨૫માં વર્ષે પદયાત્રીઓ માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ મેડિકલ સેવા કેન્દ્ર આકાશનો ફાર્મ, નિગમનો બોર, વસાઈ-કડા રોડ ખાતે કાર્યરત કરવામાં આવ્યું છે. જ્યાં પગપાળા સંઘો અને પદયાત્રીઓ માટે દુખાવાની દવાઓ, પાટાપિંડી, પ્રાથમિક સારવાર તેમજ પગના મસાજ સહિતની સેવાઓ ઉપલબ્ધ રહેશે.
મંડળના સભ્યો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સેવાનો આ યજ્ઞ નિરંતર ચાલુ છે અને આ વર્ષે રજત જયંતી વર્ષ નિમિત્તે વિશેષ સેવાકીય સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.
(આયોજક: જય અંબે મિત્ર મંડળ – શ્રી અંબાજી મંદિર, જનતાનગર મંદિરની પાછળ, ચાંદખેડા, અમદાવાદ)