• તાજેતરમાં જ V seed બસો બ્યાંશી ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓના પ્રોત્સાહન હેતુ “તેજસ્વી તારલા સન્માન સમારોહ – 2026” નું એક ખૂબ જ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ¡¡
શિક્ષણ અને પ્રતિભાને બિરદાવતા આ વિશેષ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી વિશાલકુમાર વાઘેલા (IPS) તથા અતિથિ વિશેષ શ્રી ધીરજ.બી. રાજન તથા શ્રી ધનરાજ રાજપાલ અને અન્ય મહાનુભવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન દરમિયાન ઉપસ્થિત મેહમાનો ના વરદ હસ્તે તેજસ્વી વિદ્યાર્થિનીઓને ટ્રોફી અર્પણ કરીને વિશેષ રૂપે સન્માનિત કરવામાં આવ્યા હતા . આ સમારોહ વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કરવા અને તેમના ઉજ્જવળ ભવિષ્યને ઘડવા માટે એક અત્યંત પ્રેરણાદાયક કદમ બની રહ્યો.
છત્રાલ મુકામે છત્રેશ્વર મહાદેવ મંદિરના હોલમાં આયોજિત આ કાર્યકમમા સન્માન સમારોહમાં સમાજના અગ્રણી વડીલો બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહીને સમાજની એકતાનું અને શિક્ષણ પ્રત્યેનો લગાવ ની ઝાંખી બતાવી હતી.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મેહમાનો અને અગ્રણી સમાજના લોકોનો v seed બસો બ્યાંશી ટ્રસ્ટ સમાજે આભાર વ્યક્ત કર્યો હતો!!