વડોદરા: જીએસએફસી યુનિવર્સિટી દ્વારા 2027માં અભ્યાસ પૂર્ણ કરનાર વિવિધ અભ્યાસક્રમોના 1,000થી વધુ અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે એક સપ્તાહીય કોર્પોરેટ સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (સીએસડીપી) 2026નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
યુનિવર્સિટીના પ્લેસમેન્ટ સેલ દ્વારા આયોજિત આ સઘન કાર્યક્રમમાં 10 દિવસ દરમિયાન 10 ક્ષેત્ર નિષ્ણાતોની ટીમ દ્વારા દરેક વિદ્યાર્થીને 60 કલાકની તાલીમ આપવામાં આવી હતી.આ પહેલ દ્વારા જીએસએફસી યુનિવર્સિટીની “સ્ટુડન્ટ સેન્ટ્રિક, ઇન્ડસ્ટ્રી અલાઇન્ડ અને ફ્યુચર રેડી” રહેવાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવવામાં આવી છે.
આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓમાં એવી જરૂરી કુશળતાઓ વિકસાવવાનો હતો, જે તેમને શૈક્ષણિક જીવનમાંથી વ્યાવસાયિક ક્ષેત્રમાં સરળતાથી પ્રવેશ કરવામાં મદદરૂપ થાય. સીએસડીપી 2026ની ખાસિયત તેનું એસેસમેન્ટ આધારિત અને એઆઈ સક્ષમ માળખું હતું.
કાર્યક્રમની શરૂઆત પ્રિલિમિનરી એસેસમેન્ટથી કરવામાં આવી હતી. આ એસેસમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓની ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ, કમ્યુનિકેશન સ્કિલ્સ અને લોજિકલ રીઝનિંગ જેવી મુખ્ય ક્ષમતાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. તેના આધારે વિદ્યાર્થીઓને કયા ક્ષેત્રમાં વધુ તાલીમની જરૂર છે તે ઓળખવામાં આવ્યું હતું.
આ પહેલ ભારત સરકાર દ્વારા ટેક્નોલોજી આધારિત શિક્ષણ દ્વારા ભવિષ્ય માટે તૈયાર, કુશળ અને રોજગારલક્ષી યુવાનો તૈયાર કરવા પર આપવામાં આવતા ભાર સાથે પણ સુસંગત છે. શૈક્ષણિક અભ્યાસ, સ્કિલ એન્હાન્સમેન્ટ, ઇન્ડસ્ટ્રી ઇન્ટરેક્શન અને પ્લેસમેન્ટ પ્રિપેરેશનને એકસાથે જોડીને જીએસએફસી યુનિવર્સિટી ઇન્ડસ્ટ્રી-એકેડેમિયા કનેક્ટ અને એક્સપિરિએન્શિયલ લર્નિંગને વધુ મજબૂત બનાવી રહી છે.