• સમાજ સેવા અને માનવતાના એક ઉત્તમ ઉદાહરણ રૂપે અખિલ ભારતીય મારવાડી મહિલા સંમેલન, ગુજરાત રાજ્ય દ્વારા થેલેસેમિયા પીડિત બાળકો માટે એક વિશેષ રક્તદાન શિબિરનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
થેલેસેમિયાથી પીડાતા માસૂમ બાળકોને જીવતદાન આપવા માટે નિયમિત રક્તની ખૂબ જ જરૂર પડે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને અખિલ ભારતીય મારવાડી મહિલા સંમેલન, ગુજરાત રાજ્ય સંસ્થા દ્વારા લેવાયેલું આ પગલું અત્યંત આવકારદાયક છે.
આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર જોડાઈને રક્તદાન કર્યું હતું અને આ બાળકોના જીવન માટે પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું. મહિલા સંમેલનની આ નિઃસ્વાર્થ સેવા અને સફળ આયોજનની ચારેતરફ ખૂબ પ્રશંસા થઈ રહી છે.
જેમાં સનાતન યુવા ક્લબની ટીમને પણ ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો હતો. તે માટે, સનાતન યુવા ક્લબની ટીમ રેણુ ચૌહાણજી અને તેમની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો !!