Ahmedabad News Gujarat Local News Technology

Kalorex ફ્યુચર સ્કૂલમાં ‘હોમપ્રેન્યોર’ કાર્યક્રમ યોજાયો, વિદ્યાર્થીઓને વ્યવસાયની દુનિયાનો પ્રત્યક્ષ અનુભવ મળ્યો

Kalorex ફ્યુચર સ્કૂલમાં ‘હોમપ્રેન્યોર’ કાર્યક્રમ યોજાયો, વિદ્યાર્થીઓને વ્યવસાયની દુનિયાનો પ્રત્યક્ષ અનુભવ મળ્યો
Views: 32
0 0
Spread the love
Read Time:2 Minute, 3 Second

Kalorex ફ્યુચર સ્કૂલ, ઘાટલોડિયા ખાતે શાળા અને વાલીઓ વચ્ચેનો સહયોગ વધારવા તેમજ વિદ્યાર્થીઓને વ્યવસાય અને ઉદ્યોગસાહસિકતાની વ્યવહારુ સમજ આપવાના હેતુથી ‘હોમપ્રેન્યોર’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન સ્ટેશનરી, હાથથી બનાવેલી ક્રોશેની વસ્તુઓ, આર્ટિફિશિયલ જ્વેલરી, ફેશન એસેસરીઝ, કોસ્મેટિક્સ સહિત વિવિધ વસ્તુઓના આકર્ષક સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. વાલીઓ અને અન્ય સહભાગીઓએ પોતાના ઉત્પાદનો રજૂ કર્યા હતા, જ્યારે વિદ્યાર્થીઓએ ગ્રાહક બનીને સ્ટોલની મુલાકાત લીધી હતી અને ખરીદીનો અનુભવ મેળવ્યો હતો.

આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને માત્ર ખરીદી કરવાની જ નહીં, પરંતુ વાતચીત કરવાની કળા, યોગ્ય નિર્ણય લેવાની સમજ, પૈસાનું મહત્વ, ગ્રાહક સાથેનો વ્યવહાર અને સમજીવિચારીને ખરીદી કરવા જેવી રોજિંદા જીવનમાં ઉપયોગી બાબતો શીખવાની તક મળી હતી. બીજી તરફ, વાલીઓને પણ પોતાની આવડત, સર્જનાત્મકતા અને વ્યવસાયિક કુશળતા રજૂ કરવા માટે એક સારું મંચ મળ્યું હતું.

આ પ્રવૃત્તિથી શાળા અને વાલીઓ વચ્ચેનો સંવાદ અને સહભાગિતા વધુ મજબૂત બન્યાં હતાં.‘હોમપ્રેન્યોર’ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને વર્ગખંડની બહાર શીખવાની અને જાતે અનુભવ મેળવવાની તક મળી હતી. વાલીઓની સક્રિય ભાગીદારી સાથે યોજાયેલો આ કાર્યક્રમ સૌ માટે શીખવા અને એકબીજા સાથે જોડાવાનો યાદગાર અનુભવ બની રહ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *