અમદાવાદ : શહેરના ઇન્કમટેક્સ ખાતે આવેલાંઆર્યુવેદ ભવનના પ્રાંગણમાં આયુર્વેદ સહાયક નિધિ ટ્રસ્ટ તથા આયુર્વેદ ભવન ટ્રસ્ટ દ્વારા ભગવાન શ્રી ધન્વંતરિજીના પૂજન-અર્ચનનો વિશેષ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે.
આ અંગે ઓલ ગુજરાત આર્યર્વેદ મેડિકલ એસોસિએશનના અધ્યક્ષ ડૉ. હસમુખ સોનીએ જણાવ્યું કે, ધનતેરસના પવિત્ર દિવસે ભગવાન શ્રી ધન્વંતરિજીની જયંતી સમગ્ર દેશમાં શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે.
પૌરાણિક માન્યતા અનુસાર સમુદ્રમંથન દરમિયાન ભગવાન શ્રી ધન્વંતરિજી અમૃતકળશ સાથે પ્રગટ થયા હતા.ભગવાન શ્રી ધન્વંતરિજીને આયુર્વેદના આદ્ય પ્રવર્તક તથા દેવોના વૈદ્ય તરીકે પૂજવામાં આવે છે. આ પ્રસંગે નારણપુરાના ધારાસભ્ય જીતુભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં આયુર્વેદ ચિકિત્સકોએ ઉપસ્થિત રહીને ભગવાન ધન્વંતરિની પૂજા કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ભગવાન શ્રી ધન્વંતરિજી સાથે જોડાયેલી આયુર્વેદની મહાન પરંપરા સદીઓથી માનવજાતને સ્વસ્થ અને નિરોગી જીવન જીવવાનું માર્ગદર્શન આપી રહી છે.
આયુર્વેદનાં સિદ્ધાંતો, ઔષધિઓ અને ચિકિત્સા પદ્ધતિઓ દ્વારા લાખો-કરોડો લોકોને રોગોમાંથી રાહત, સ્વાસ્થ્ય અને જીવનની નવી આશા મળી છે. આજે પણ સમગ્ર વિશ્વમાં આયુર્વેદનું મહત્ત્વ સતત વધી રહ્યું છે.
Instagram link:-
https://www.instagram.com/reel/DfZuGBkoKOE/?exln=MTNsbG80OGV5NjFtMA==
*FACEBOOK link:-*
https://www.facebook.com/share/v/1CKbrryoYd/