Ahmedabad News Business News Entertainment News Gujarat Local News

ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદ ખાતે વૈશ્વિક આર્થ્રોપ્લાસ્ટી નિષ્ણાતોને એક મંચ પર લાવતી ‘IAACON 2026’નું ઉદ્ઘાટન કરશે

ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદ ખાતે વૈશ્વિક આર્થ્રોપ્લાસ્ટી નિષ્ણાતોને એક મંચ પર લાવતી ‘IAACON 2026’નું ઉદ્ઘાટન કરશે
Views: 71
1 0
Spread the love
Read Time:4 Minute, 52 Second

• કોન્ફરન્સમાં ઈન્ડિયન આર્થ્રોપ્લાસ્ટી એસોસિએશનની સૌપ્રથમ વિશાળ કક્ષાની ‘કેડેવરિક વર્કશોપ’ અને 150થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફેકલ્ટી, 25 સાયન્ટિફિક સત્રો નું આયોજન થશે

ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઈન્ડિયન આર્થ્રોપ્લાસ્ટી એસોસિએશન (IAA)ની 22મી વાર્ષિક કોન્ફરન્સ ‘IAACON 2026’નું ઉદ્ઘાટન કરશે. આ કોન્ફરન્સ 23 થી 25 ઓક્ટોબર દરમિયાન અમદાવાદમાં ક્લબ O7 રોડ સ્થિત ‘ધ ફોરમ કન્વેન્શન’ ખાતે યોજાશે.

“ઇવોલ્વિંગ આર્થ્રોપ્લાસ્ટી – રોબોટિક્સ, કિનેમેટિક્સ એન્ડ ઇનોવેશન” થીમ પર આધારિત આ પરિષદમાં સાંધા પ્રત્યારોપણ (જોઇન્ટ રિપ્લેસમેન્ટ) સર્જરી ક્ષેત્રે થયેલી પ્રગતિ પર વિચાર-વિમર્શ કરવા માટે 1,000થી વધુ ડેલિગેઇટ્સ અને 150 થી વધુ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ફેકલ્ટી એકત્ર થશે.

આ ત્રિદિવસીય કાર્યક્રમમાં 25 ઇન્ટરેક્ટિવ સાયન્ટિફિક સત્રો, આશરે 30 સર્જિકલ વીડિયો, નિષ્ણાતોની પેનલ ચર્ચા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), રોબોટિક-સહાયિત સર્જરી, સર્જિકલ નેવિગેશન, જટિલ જોઇન્ટ ઇન્ફેક્શન્સ અને પેરીપ્રોસ્થેટિક ફ્રેક્ચર્સ જેવા વિષયોને આવરી લેતી વર્કશોપનું આયોજન કરવામાં આવશે. જેમાં ડૉ. એચ.પી. ભાલોડિયા દ્વારા ‘ઇન્ટેલિજોઇન્ટ ટેકનોલોજી’ આધારિત એઆઈ-આસિસ્ટેડ ટોટલ હિપ રિપ્લેસમેન્ટ પર એક વિશેષ સત્ર પણ પ્રસ્તુત કરવામાં આવશે.

આ આયોજનનું મુખ્ય આકર્ષણ 22 ઓક્ટોબરના રોજ બી.જે. મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે યોજાનારી ‘કેડેવરિક વર્કશોપ’ રહેશે—જે IAAના ઇતિહાસમાં આ પ્રકારની સૌપ્રથમ મોટા પાયે આયોજિત વર્કશોપ છે. 12 કેડેવરિક સ્પેસિમેન્સ (માનવ દેહના નમૂના)ના માધ્યમથી ડાયરેક્ટ એન્ટેરિયર એપ્રોચ હિપ રિપ્લેસમેન્ટ, યુનિકોન્ડિલર ની આર્થ્રોપ્લાસ્ટી, ટોટલ ની આર્થ્રોપ્લાસ્ટી અને રિવર્સ શોલ્ડર આર્થ્રોપ્લાસ્ટીનું પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવશે. જેમાં ઓસ્ટ્રેલિયા, આયર્લેન્ડ, યુનાઇટેડ સ્ટેટ્સ અને યુનાઇટેડ કિંગડમનું પ્રતિનિધિત્વ કરતા 10 આંતરરાષ્ટ્રીય ફેકલ્ટી સભ્યો ભાગ લેશે.

આ કોન્ફરન્સમાં સર્જિકલ નિર્ણયો લેવામાં સહાયક એવા IAAના સર્વસંમતિ દસ્તાવેજ (Consensus Document), સી.એસ. રાણાવત ગોલ્ડ મેડલ સ્પર્ધા (જેમાં બે શ્રેષ્ઠ પેપર્સ પસંદ કરવામાં આવશે) અને ડૉ. પરાગ સંચેતી દ્વારા પ્રસ્તુત કરાનાર સી.એસ. રાણાવત મેમોરિયલ વ્યાખ્યાનનો પણ સમાવેશ થાય છે.

આયોજક સચિવ (Organising Secretary) ડૉ. ધીરજ મરોઠી જૈન શૈક્ષણિક આદાનપ્રદાન અને પ્રેક્ટિકલ લર્નિંગને પ્રોત્સાહન આપવા માટે કોન્ફરન્સના નેતૃત્વ ટીમમાં સામેલ રહેશે.IAACON 2026 તમામ ઓર્થોપેડિક સર્જનો, પોસ્ટ-ગ્રેજ્યુએટ રેસિડેન્ટ્સ અને લાયક મેડિકલ પ્રોફેશનલ્સને અગ્રણી નિષ્ણાતો સાથે જોડાવા, ક્લિનિકલ જ્ઞાનનું આદાનપ્રદાન કરવા અને આર્થ્રોપ્લાસ્ટીના ક્ષેત્રમાં બદલાતા આધુનિક પરિપ્રેક્ષ્યને સમજવા માટે આમંત્રિત કરે છે.

રસ ધરાવતા ડેલિગેઇટ્સ સત્તાવાર IAACON 2026 રજિસ્ટ્રેશન પોર્ટલ દ્વારા નોંધણી કરાવી શકે છે (સ્થળ પર સ્પોટ રજિસ્ટ્રેશન પણ ઉપલબ્ધ રહેશે).

કાર્યક્રમ:22 ઓક્ટોબર: કેડેવરિક વર્કશોપ (બી.જે. મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ, અમદાવાદ)

23–25 ઓક્ટોબર: મુખ્ય કોન્ફરન્સ (‘ધ ફોરમ કન્વેન્શન’, ક્લબ O7 રોડ, અમદાવાદ)

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *