Ahmedabad News Gujarat Local News

Delhi Public School – Bopal ખાતે ‘પ્રતિભા ગૌરવ દિવસ’ની ઉજવણી: ધો. 10 અને 11 ના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

Delhi Public School – Bopal ખાતે ‘પ્રતિભા ગૌરવ દિવસ’ની ઉજવણી: ધો. 10 અને 11 ના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું
Views: 117
1 0
Spread the love
Read Time:2 Minute, 55 Second

અમદાવાદ: Delhi Public School – Bopal ખાતે શાળાના વાર્ષિક કેલેન્ડરના સૌથી મહત્વપૂર્ણ કાર્યક્રમોમાંથી એક એવા ‘પ્રતિભા ગૌરવ દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ખાસ પ્રસંગે ગત શૈક્ષણિક વર્ષના ધોરણ 10 અને 11 ના 270 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓની સખત મહેનત, લગન અને અવિરત પ્રયાસોને પ્રોત્સાહિત કર્યા હતા.

આ ગૌરવશાળી પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી શરદ સિંઘલ (IPS) અને ઝાયડસ લાઇફસાયન્સિસના વાઇસ પ્રેસિડેન્ટ ડૉ. સુનીલ અય્યર વિષેશ ઉપસ્થિત રહ્યા હતા. Delhi Public School – Bopal ના પ્રિન્સિપાલ શ્રીમતી સબીના સાહની, અન્ય અતિથિગણ અને વિદ્યાર્થીઓના વાલીઓ આ પ્રેરણાદાયી અવસરને આવકાર્યો હતો.

આ કાર્યક્રમની શરૂઆત અતિથિઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રિન્સિપાલ શ્રીમતી સબીના સાહનીએ તમામનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, “જીવનમાં ગમે તેવી મુશ્કેલીઓ આવે તો પણ હિંમત હારવી નહીં. હાર અને જીત બંને જીવનના સિક્કાની બે બાજુ છે. દરેક ભૂલ આપણને આગળ વધવાની નવી તક આપે છે.

“વિદ્યાર્થીઓએ એક સુંદર કથક નૃત્ય રજૂ કર્યું હતું, જેમાં માનવ સંઘર્ષ, આશા અને નવી શરૂઆતની ભાવનાને આબેહૂબ વાચા આપવામાં આવી હતી. ત્યારબાદ આયોજિત ઇનામ વિતરણ સમારંભમાં હોંશિયાર વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

સભાને સંબોધતા IPS શ્રી શરદ સિંઘલજીએ બાળકોને જીવનમાં યોગ્ય માર્ગદર્શક પસંદ કરવા, નાના-મોટા લક્ષ્યો નક્કી કરવા અને સતત જ્ઞાન મેળવવા સલાહ આપી હતી.

બીજા મુખ્ય વક્તા ડૉ. સુનીલ અય્યરે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘સારું ચારિત્ર્ય એ જ માન-સન્માનનો સાચો પાયો છે. સપનાઓને સાકાર કરવા માટે સખત મહેનત અને સમર્પણ જરૂરી છે.’કાર્યક્રમના પૂર્ણાહૂતિ સમયે વિદ્યાર્થીઓએ સખત મહેનત અને આત્મવિશ્વાસ સાથે ભવિષ્યમાં વધુ ને વધુ ઊંચાઈઓ સર કરવાના દ્રઢ સંકલ્પ કર્યો અને અંતે શાળાની હેડ ગર્લ દ્વારા તમામ અતિથિઓ, શિક્ષકો, ટ્રસ્ટીઓ અને વાલીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *