Business News

ભારતની અગ્રણી હેર કલર અને કેર બ્રાન્ડ્સમાંથી એક સ્ટ્રીક્સ દ્વારા તેની અનોખી નાવીન્યતા સ્ટ્રીક્સ શેમ્પૂ કલર માટે પ્રોડક્ટ એમ્બેસેડર તરીકે ભારતના અવ્વલ ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહની નિયુક્તિ કરી

Views: 167
1 0
Spread the love
Read Time:5 Minute, 5 Second

• સ્પીડનું સ્ટાઈલ સાથે મિલનઃ જસપ્રિત બુમરાહ ભારતના સૌથી ઝડપી, સ્ટાઈલ સતર્ક ગ્રાહકો માટે સ્ટ્રીક્સની મૈં ફાસ્ટ, સ્ટ્રીક્સ સુપરફાસ્ટ કેમ્પેઈનને ટેકો આપે છે

• ભારતનો આ પેસ બોલર કેમ્પેઈનમાં તેની લાક્ષણિક સ્પીડ અને સાતત્યતા લાવીને ઝડપી, હાઈ પરફોર્મન્સ ગ્રૂમિંગની નવી વ્યાખ્યા કરે છે

ટીવીસી લિંકઃ

મુંબઈ – હાઈજીનિક રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (એચઆરઆઈ)ની ભારતની અગ્રણી હેર કલર અને કેર બ્રાન્ડ્સમાંથી એક સ્ટ્રીક્સ દ્વારા તેની અનોખી નાવીન્યતા સ્ટ્રીક્સ શેમ્પૂ કલર માટે પ્રોડક્ટ એમ્બેસેડર તરીકે ભારતના અવ્વલ ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહની નિયુક્તિ કરી હોવાની ગૌરવપૂર્વક ઘોષણા કરી છે.

આ ભાગીદારી ગતિશીલ નવી કેમ્પેઈન મૈન ફાસ્ટ, સ્ટ્રીક્સ સુપરફાસ્ટ દ્વારા પ્રેરિત છે, જે ધારદાર, પરફોર્મન્સ આધારિત વાર્તા થકી આ ફિલોસોફીને જીવંત કરે છે. તેની સાથે વાર્તા સુવિધાની પાર સ્માર્ટ ગ્રૂમિંગ સુપીરિયોરિટી તરફ આગળ વધે છે, જે આધુનિક, આસાન સ્ટાઈલ માટે નવું સીમાચિહન છે.રૂ. 15થી શરૂ થતી કિંમત અને ફક્ત 5 મિનિટમાં વાળને રંગતા અજોડ શેમ્પૂ જેવા એપ્લિકેશન સાથે સ્ટ્રીક્સ શેમ્પુ હેર કલર ભારતીય ગ્રાહકો માટે ઝડપી ગ્રૂમિંગ લૂક્સની નવી વ્યાખ્યા કરે છે.

વેસ્ટ, નોર્થ અને ઈસ્ટ ઈન્ડિયામાં આગેવાની મજબૂત રાખતાં બ્રાન્ડ હેર કલરિંગની વ્યાપ્તિ વધારીને તેને લાખ્ખો લોકો માટે ઝડપી, વધુ સુવિધાજનક અને પહોંચક્ષમ બનાવવાનો ધ્યેય ધરાવે છે.

હાઈજીનિક રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના સિનિયર વીપી માર્કેટિંગ પ્રિયંકા પુરીએ આ સહયોગ વિશે રોમાંચિત થતાં જણાવ્યું કે, “અમને સ્ટ્રીક્સ પરિવારમાં જસપ્રિત બુમરાહનું સ્વાગત કરવાની ખુશી છે. સ્ટ્રીક્સ હંમેશાં સૌંદર્ય, આત્મવિશ્વાસ અને રોજબરોજના ગ્લેમરના સ્પર્શની પડખે રહ્યું છે અને અમારા સ્ટ્રીક્સ શેમ્પૂ હેર કલર શક્ય સૌથી ઝડપી રીતે તે જ વચન લાવે છે. આજના ગ્રાહકો તુરંત તેમના શ્રેષ્ઠતમ દેખાવા માગે છે અને અમારી સુપરફાસ્ટ ફોર્મ્યુલા ચમક અથવા ગુણવત્તા સાથે બાંધછોડ કર્યા વિના મિનિટોમાં મનોહર રંગ પ્રદાન કરે ચે.બુમરાહની અચૂકતા, કામગીરી અને ઉચ્ચ પ્રભાવશાળી હાજરી તેને એવી બ્રાન્ડ માટે ઉત્તમ અનુકૂળ બનાવે છે, જે સારા દેખાવું તે ઝડપી, આસાન અને નિઃશંક રીતે ગ્લેમરસ હોવું જોઈએ તેમાં માને છે.

મૈ ફાસ્ટ, સ્ટ્રીક્સ સુપરફાસ્ટ અમે શ્રેણીમાં લાવીએ તે જ મઢી લે છે- મનોહર રંગ, જે ભારત ચાહે તે સ્પીડથી પ્રદાન કરાય છે.” આ જોડાણ પર બોલતાં ભારતના ગેમ-ચેન્જર અને રાઈઝ વર્લ્ડવાઈડનું પ્રતિનિધિત્વ કરનારા મેચ વિજેતા ખેલાડી જસપ્રિત બુમરાહે જણાવ્યું, “હું જે પણ કરું તેની વ્યાખ્યા સાતત્યતા કરે છે. પછી તે મારી રમત હોય કે હું પોતાને પ્રસ્તુત કરું તે હોય. સ્ટ્રીક્સ સાથે ભાગીદારી સ્વાભાવિક લાગે છે, કારણ કે તેમના શેમ્પૂ હેર કલર હું જેની કદર કરું તેને અનુરૂપ છે, જેમાં સ્પીડ, આત્મવિશ્વાસ અને તમે ભરોસો રાખી શકો તે વિશ્વાસનો સમાવેશ થાય છે. મૈ ફાસ્ટ, સ્ટ્રીક્સ સુપરફાસ્ટ નિશ્ચિત જ હું પોતાને જોડી શકું તે સેન્ટિમેન્ટ છે.

“મૈ ફાસ્ટ, સ્ટ્રીક્સ સુપરફાસ્ટ કેમ્પેઈન ટેલિવિઝન, ડિજિટલ અને સોશિયલ મિડિયા મંચો પર પ્રદર્શિત કરાસે, જેમાં બુમરાહ બોલ્ડ, આત્મવિશ્વાસુ અને સમકાલીન અવતારમાં જોવા મળશે, જે સ્પીડ, સ્ટાઈલ અને સેલ્ફ- એશ્યોરન્સને જોડતાં સ્ટ્રીક્સના વિઝનને પ્રતિબિંબિત કરે છે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *