• રોટરી ક્લબ ઇમેજિકા જામનગર અને બરોડા હાર્ટ એન્ડ શારદા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા રોટેરીયન સભ્યો અને તેમના પરિવારજનો માટે વિશેષ તાલીમ કાર્યક્રમ !!
જામનગર:-12 સપ્ટેમ્બર એટલે World First Aid Day. અકસ્માત કે કોઈપણ પ્રકારની મેડિકલ ઇમરજન્સી દરમિયાન ડૉક્ટર અથવા હોસ્પિટલ સુધી દર્દી પહોંચે તે પહેલાં જીવન બચાવવાના પ્રથમ અને મહત્વપૂર્ણ પગલાં શું હોઈ શકે તે અંગે જનજાગૃતિ લાવવાના હેતુથી રોટરી ક્લબ ઇમેજિકા જામનગર અને બરોડા હાર્ટ એન્ડ શારદા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, જામનગર દ્વારા સંયુક્તપણે એક વિશેષ First Aid Awareness Seminar અને CPR ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
• આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઇમેજિકા જામનગરના આશરે 40થી 50 સભ્યો તથા તેમના પરિવારજનોએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે જાણીતા તબીબો ડૉ. મિલન રાબડીયા (Emergency Medicine) અને ડૉ. મોહિત પાબારી (Orthopaedic Surgeon) દ્વારા અકસ્માત તથા વિવિધ મેડિકલ ઇમરજન્સીની પરિસ્થિતિમાં શું કરવું અને શું ન કરવું, First Aidનું મહત્વ, CPR કેવી રીતે અને ક્યારે આપવું તથા દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવે તે પહેલાંની નિર્ણાયક ક્ષણોમાં યોગ્ય રીતે પ્રતિસાદ કેવી રીતે આપવો તે અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
• દરેક વ્યક્તિ બની શકે છે ‘First Responder’
હાર્ટ એટેક, અચાનક બેભાન થવું, રોડ અકસ્માત કે અન્ય દુર્ઘટના, દાઝી જવાની ઘટના, ડિહાઇડ્રેશન અથવા અન્ય કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિમાં દર્દીની પાસે સૌપ્રથમ પહોંચનાર વ્યક્તિ ઘણી વખત પરિવારનો સભ્ય, પાડોશી, રાહદારી અથવા ઓફિસનો સહકર્મચારી હોય છે. આવી વ્યક્તિ જ દર્દી માટે ‘First Responder’ બની શકે છે.
આવી પરિસ્થિતિમાં ગભરાઈ જવાને બદલે યોગ્ય First Aid અને CPR અંગેની જાણકારી હોવી અત્યંત જરૂરી છે. ખોટી સારવાર કરવાને બદલે તબીબી માર્ગદર્શન મુજબ યોગ્ય પ્રથમ પગલું લેવામાં આવે તો હોસ્પિટલ પહોંચે ત્યાં સુધી દર્દીના જીવન માટે તે ખૂબ જ નિર્ણાયક સાબિત થઈ શકે છે.
કાર્યક્રમમાં ‘Golden Hour’નું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું. ઈમરજન્સીના પરિસ્થિતિમાં સમયસર મળેલી મદદ અને એક યોગ્ય First Responder દર્દીના જીવન બચાવવામાં અત્યંત મહત્વપૂર્ણ બની શકે છે.
ડૉક્ટર સુધી પહોંચે તે પહેલાં શું કરવું તેની જાણકારી દરેક નાગરિકને હોવી જરૂરીકાર્યક્રમ દરમિયાન એ બાબત પર ભાર મૂકવામાં આવ્યો કે ઈમરજન્સીમાં એમ્બ્યુલન્સ અથવા હોસ્પિટલ સુધી પહોંચવામાં થોડો સમય લાગી શકે છે, પરંતુ મદદ કરવાની શરૂઆત ઘટના સ્થળેથી જ થઈ શકે છે. તેથી ડૉક્ટર કે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ સુધી દર્દી પહોંચે તે પહેલાં શું કરવું, શું ન કરવું અને કઈ સ્થિતિમાં CPR અથવા First Aid જરૂરી છે તેની મૂળભૂત જાણકારી દરેક નાગરિકને હોવી જોઈએ.
આ કાર્યક્રમ માત્ર એક CPR Training Programme ન રહેતા દરેક પરિવાર, ઓફિસ, સંસ્થા અને સમાજ સુધી First Aid અને Emergency Response અંગેની જાગૃતિ પહોંચાડવાનો પ્રયાસ બન્યો.
જામનગરમાં First Aid અને CPR અંગે જનજાગૃતિનો સંકલ્પWorld First Aid Day નિમિત્તે બરોડા હાર્ટ એન્ડ શારદા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, જામનગર દ્વારા એવો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો કે વધુમાં વધુ લોકો સુધી CPR, First Aid અને Emergency Response અંગેની મહત્વપૂર્ણ માહિતી પહોંચે.
સમયસર First Response અને ત્યારબાદ યોગ્ય Critical Care મળે તો અનેક કિસ્સાઓમાં જીવન બચાવી શકાય છે.મેડિકલ સાયન્સની દૃષ્ટિએ પણ દર્દી તથા તેની આસપાસના પરિવારજનો અને સંભાળ લેનાર લોકોને જરૂરી માહિતી અને માર્ગદર્શન આપવું એ મહત્વપૂર્ણ સામાજિક જવાબદારી છે. આ પ્રકારના જાગૃતિ કાર્યક્રમો દ્વારા સામાન્ય નાગરિકોને ઇમરજન્સીની સ્થિતિમાં વધુ આત્મવિશ્વાસપૂર્વક અને યોગ્ય રીતે પ્રતિસાદ આપવા સક્ષમ બનાવી શકાય છે.
આ સમગ્ર કાર્યક્રમના આયોજનમાં સહયોગ બદલ બરોડા હાર્ટ એન્ડ શારદા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના યુનિટ હેડ ડૉ. સંજય પન્ના, રોટરી ક્લબ ઇમેજિકા જામનગરના પ્રેસિડેન્ટ રોટેરીયન હરદીપસિંહ જાડેજા તથા પ્રોજેક્ટ ચેર રોટેરીયન હર્ષ પરમારનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
રોટરી ક્લબ ઇમેજિકા જામનગરના સભ્યો, હોસ્પિટલની ટીમ અને મીડિયા ક્ષેત્રના મિત્રો સાથે મળીને યોજાયેલું આ આયોજન જામનગરમાં First Aid અને CPR અંગે જનજાગૃતિ ફેલાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ સાબિત થયું.