Ahmedabad News Entertainment News Gujarat Local News World

જીવરાજ પાર્ક સ્થિત ‘વેદાંત ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલ’ દ્વારા ‘રામ આયેંગે’ થીમ – પર દિવાળી સેલિબ્રેશનનું ભવ્ય આયોજન કરાયું

જીવરાજ પાર્ક સ્થિત  ‘વેદાંત ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલ’ દ્વારા ‘રામ આયેંગે’ થીમ – પર દિવાળી સેલિબ્રેશનનું ભવ્ય આયોજન કરાયું
Views: 72
1 0
Spread the love
Read Time:2 Minute, 28 Second

અંધકાર પર પ્રકાશના અને અસત્ય પર સત્યના વિજયનો મહાપર્વ એટલે દિવાળી. આ દિવાળીને વધુ ખાસ અને અવિસ્મરણીય બનાવવા માટે, જીવરાજ પાર્ક સ્થિત ‘વેદાંત ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલ’ દ્વારા આજે એક ભવ્ય અને દિવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આપણી ઉજવણી માત્ર ફટાકડા કે મીઠાઈ પૂરતી સીમિત નથી, પરંતુ આપણી સંસ્કૃતિ અને ભાવના સાથે જોડાયેલી છે.

આજની આપણી સુંદર થીમ છે – “રામ આયેંગે”. યુગો પહેલાં જ્યારે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરીને અયોધ્યા પરત ફર્યા હતા, ત્યારે સમગ્ર અયોધ્યા નગરી દીવાઓના ઝળહળાટ અને ખુશીઓથી ઝૂમી ઉઠી હતી. બસ, એવો જ અદભુત નજારો આજે આપણી સ્કૂલના આ આંગણામાં ઊભો કરવામાં આવ્યો છે.

આપણા વેદાંત પ્રી સ્કૂલના નાના-નાના અને વહાલા ભૂલકાંઓ આજે શ્રી રામ, માતા સીતા, લક્ષ્મણ, કૌશલ્ય, સુમિત્રા, કૈકેયી, દશરથ રાજા, રાવણ, મંદોદરી, સુપર્ણખા અને હનુમાનજીના સુંદર પહેરવેશમાં આપણી સમક્ષ ઉપસ્થિત રહ્યા છે.

તેમની માસૂમિયત અને ઉત્સાહ જોઈને આપણને સાક્ષાત અયોધ્યા નગરીનો અહેસાસ થશે. સાથે સાથે રામાયણ ના અમુક દ્રશ્ય લાઇવ નિહાળવા મળ્યા હતા.

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલના કોર્ડીનેટર પૂજા શાહે જણાવ્યું કે, આજે આ નાના બાળકોએ પોતાના સુંદર અભિનય અને નૃત્યથી આપણા સૌના હૃદય જીતી લીધા છે.

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલના તમામ સ્ટાફ, શિક્ષકો અને મેનેજમેન્ટ તરફથી, આપ સૌ વાલીઓને અને આપના પરિવારને દિવાળી અને આવનારા નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ. આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો પ્રકાશ સદાય પથરાયેલો રહે તેવી પ્રભુ શ્રી રામ ચરણોમાં પ્રાર્થના.શુભ દીપાવલી!

Instagram link :-

https://www.instagram.com/reel/DfSI5OtI3fw/?cplk=eXZwMTZ0cnh2MWhr

FACEBOOK link :-

https://www.facebook.com/share/r/1F9pNxQk7q/

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *