Ahmedabad News Business News Entertainment News Gujarat Local News Technology World

સમ્યક વુમેન્સ ક્લબ, રોટરી ક્લબ ઓફ અમદાવાદ દિવ્યમ, હેલ્પીંગ હેન્ડ, દર્શુ ચેરિટેબલ ટ્રસ્ટ અને હંસી ખુશી ક્લબ દ્વારા સંયુક્ત પણે સફળ ૨૦મી રકતદાન શિબિર અને સમર મેળાનું આયોજન

Views: 301
1 0
Spread the love
Read Time:2 Minute, 22 Second

સેવા અને મનોરંજનનો અનોખો સંગમ જ્યારે એક સાથે જોવા મળે, ત્યારે સમાજમાં એક નવી ઉર્જાનો સંચાર થાય છે. આવું જ કંઈક જોવા મળ્યું છે સમ્યક વુમન્સ ક્લબ દ્વારા આયોજિત આ ખાસ કાર્યક્રમ માં !!!

આજ રોજ ૩જી મે, ૨૦૨૬ ના રોજ શ્રીમાળી બ્રાહ્મણી સુવર્ણના જયંતી હોલ, પાલડી ખાતે એક દિવસીય રકતદાન શિબિર અને ૩૭મી સમર મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રદર્શનીમાં ગૃહ ઉદ્યોગ, ઉનાળામાં વપરાશ માટે ઉપયોગી વસ્તુઓ, સમર ફેશન ડ્રેસીઝ, જ્વેલરી, અપંગ માનવ મંડળ ના સ્ટોલ્સ, ટી શર્ટ્સ, ડ્રેસીઝ, દર્શુ ચેરિટેબલ ટ્રસ્ટના સ્ટોલ્સના સાથે સાથે ૩૭ લકી ડ્રો પ્રાઈઝ નું આયોજન પણ કરવામાં આવ્યું “

આ મેળાની વિશેષતા માત્ર શોપિંગ કે એન્ટરટેઈનમેન્ટ પૂરતી સીમિત નથી. આ પ્રસંગે સામાજિક જવાબદારીના ભાગરૂપે ‘હેલ્પીંગ હેન્ડ’ સંસ્થાના સહયોગથી 20મા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ રકતદાન શિબિરમાં ૫૦ રક્તદાન બોટલો એકત્ર કરવાનો લક્ષ રાખવામાં આવ્યો છે.

સમાજસેવી શ્રીમતી રાખી શાહ દ્વારા જણાવામાં આવ્યું કે , ” રકતદાન શિબિરમાં ૫૦ રક્તદાન બોટલો એકત્ર કરવાની અમારી તૈયારીછે અને આ સમર મેળા માં ૩૦ જેવા એક્ઝિબિશન સ્ટોલ્સનું પ્રદર્શન કરવામાં આવ્યું છે.

હાઈલાઈટ્સ:

હેતુ: આ રક્તદાન કેમ્પ ખાસ કરીને થેલેસેમિયા પીડિત બાળકોની સહાય માટે યોજવામાં આવ્યો છે.

પરંપરા: સમ્યક વુમન્સ ક્લબ દ્વારા સતત 37 વર્ષથી સમર મેલા અને 20 વર્ષથી બ્લડ ડોનેશનની આ સેવાકીય પ્રવૃત્તિ અવિરત ચાલુ છે.

લોકભાગીદારી: મોટી સંખ્યામાં મુલાકાતીઓ આ સેવાયજ્ઞમાં જોડાઈને રક્તદાન કરી રહ્યા છે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *