Ahmedabad News Entertainment News Gujarat World

350 બાળકોના જીવનમાં સર્જનાત્મકતાના રંગો અને દિવાળીની ખુશીઓ પાથરતું ડ્રીમ ફાઉન્ડેશન!

350 બાળકોના જીવનમાં સર્જનાત્મકતાના રંગો અને દિવાળીની ખુશીઓ પાથરતું ડ્રીમ ફાઉન્ડેશન!
Views: 66
1 0
Spread the love
Read Time:2 Minute, 22 Second

• જશોદાનગર અને નવા નરોડામાં બે દિવસીય દિયા પેઇન્ટિંગ વર્કશોપનું આયોજન, બાળકોને તાલીમ સાથે મીઠાઈનું વિતરણ ¡¡

અમદાવાદ: તહેવારોની સાચી ખુશી બીજાના ચહેરા પર સ્મિત લાવવામાં છે, આ સુંદર સંદેશ સાથે ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા દિવાળીના પર્વ નિમિત્તે અમદાવાદના જશોદાનગર રોડ અને નવા નરોડા વિસ્તારમાં બે દિવસીય દિયા પેઇન્ટિંગ વર્કશોપ અને મીઠાઈ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અનોખી પહેલમાં અંદાજે 350 જેટલાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ટ્રેનર રાધિકા પટેલના માર્ગદર્શન હેઠળ બાળકોએ માટીના દીવડાઓને વિવિધ રંગો અને આકર્ષક ડિઝાઇનથી સજાવવાની તાલીમ મેળવી હતી.

બાળકોએ પોતાની કલ્પનાશક્તિ અને સર્જનાત્મકતાથી સુંદર રંગબેરંગી દીવડાઓ તૈયાર કર્યા હતા. આ સાથે તમામ બાળકોને મીઠાઈનું વિતરણ કરી દિવાળીની ખુશીઓ વહેંચવામાં આવી હતી.

ટ્રેનર રાધિકા પટેલના જણાવ્યા અનુસાર, આ વર્કશોપનો મુખ્ય હેતુ બાળકોને દિવાળીની ઉજવણીમાં રચનાત્મક રીતે જોડવાનો તેમજ તેમનામાં રહેલી કળા, સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસને બહાર લાવવાનો હતો. બાળકો માત્ર તહેવારની ઉજવણી જ નહીં, પરંતુ પોતાની આવડતથી કંઈક નવું શીખે અને બનાવે તે આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ હતો.

આ બે દિવસીય કાર્યક્રમને સફળ બનાવવા ડ્રીમ ફાઉન્ડેશનની ટીમ સાથે આશરે 15 સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક સેવા અને સહયોગ આપ્યો હતો.

ડ્રીમ ફાઉન્ડેશનનો વિશ્વાસ છે કે બાળકોના ચહેરા પરનું સ્મિત અને તેમના જીવનમાં ખુશીઓના રંગો ભરવા એ જ સાચી સેવા છે. આ પહેલ દ્વારા સંસ્થાએ દિવાળીના પર્વને બાળકો માટે યાદગાર બનાવવાનો સુંદર પ્રયાસ કર્યો હતો.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *